અયોધ્યામાં મંદિર નિર્માણ પહેલા રામલલાને બીજા મંદિરમાં ખસેડાશે

February 22, 2020

નવી દિલ્હી :  અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કવાયત શરુ થઈ ગઈ છે.આ દરમિયાન રામ મંદિર માટેના ટ્રસ્ટના સભ્યોએ રાજમ જન્મભૂમિ પરિસરનુ નિરિક્ષણ પણ કર્યુ છે. મંદિર નિર્માણ પહેલા રામ જન્મભૂમિ ખાતે બિરાજમાન રામલલાને ગર્ભગૃહમાંથી હટાવીને એક કામચલાઉ મંદિરમાં શિફ્ટ કરવાની રણનીતિ બનાવાઈ છે.આ ટેમ્પરરી મંદિર ફાઈબરનુ બનેલુ હશે.આ માટે મંદિર પરિસરના દક્ષિણી હિસ્સામાં એક જગ્યા નક્કી કરવામાં આવી છે.

 

બાબરી ધ્વંસની ઘટના બાદ રામલલા એક ટેન્ટમાં બિરાજમાન છે.જ્યાં સુધી મંદિરનુ બાંધકામ પુરુ નહી ત્યાં સુધી રામલલા ફાઈબરના મંદિરમાં બિરાજશે. રામલલાને ટેન્ટમાંથી બહાર કાઢવાની તૈયારી થઈ ચુકી છે.એન્જિનિયિરોની એક ટીમ આ માટે કામ કરી રહી છે.

મંદિર માટે કોર્ટે આપેલી 67 એકર જમીનની સાથે સાથે આસપાસની જમીન સંપાદન કરીને 100 એકર વિસ્તારમાં મંદિર અને બીજી સુવિધાઓ સાથેનુ પરિસર બનાવવાની ટ્રસ્ટની યોજના છે.જેને શ્રીરામલલા શહેર નામ આપવામાં આવશે.