રાણેએ કહ્યું- માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે, ઉદ્ધવ સરકારના વધુ દિવસ નહીં

November 26, 2021

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પડી જશે અને અહીં ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે. શિવસેનાએ ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહાવિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.