રણવીર સિંહના ઘરે પહોંચી મુંબઇ પોલીસ, પૂછપરછ માટે હાજર થવા આદેશ

August 12, 2022

મુંબઇ- રણવીર સિંહે જ્યારથી ન્યુડ ફોટોશૂટ કરાવ્યો છે ત્યારથી તે ઘણો ચર્ચામાં છે. કેટલાક લોકો તેનો આ અંદાજ ખુબ જ પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની આ હરકતથી નારાજ છે. રણવીર સિંહની સામે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને હવે આ મામલે શુક્રવારના મુંબઇ પોલીસ એક્ટરના ઘરે પહોંચી જ્યાં રણવીર હાજર ન હતો. તેથી મુંબઇ પોલીસ પરત ફરી હતી.
શુક્રવારના મુંબઇ પોલીસ એક્ટર રણવીર સિંહના ઘરે પહોંચી જ્યાં ખબર પડી કે તે શહેરમાં નથી. તેથી પોલીસ પરત ફરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રણવીરના પરત ફરતા જ તેને નોટીસ આપવા માટે ફરથી મુંબઇ પોલીસ તેના ઘરે જશે. કહેવામાં આવી રહ્યું છે કે 22 ઓગસ્ટથી પહેલા રણવીરને પોલીસની સામે પૂછપરછમાટે હાજર થવું પડશે.


રણવીરે જૂલાઈ મહિનામાં કોઈ મેગેઝિનના કવર પેજ માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યો હતો જે બાદ તે એકાએક ચર્ચામાં આવ્યો હતો. જેમણે પણ આ તસવીરોને જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે રણવીરનો આવો અંદાજ પહેલા ક્યારે જોયો ન હતો. રણવીર આ તસવીરમાં ફૂલી ન્યૂડ હતો. રણવીર સિંહે ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ઇચ્છે તો 1000 લોકો સામે પણ ન્યુડ થઈ શકે છે કેમ કે, તેને તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ જો તે એવું કરશે તો લોકો જરૂર અગવડતા અનુભવશે.