આજે પંચ મહાયોગનો દુર્લભ સંયોગ:દિવાળી પહેલાં મંગળ પુષ્ય નક્ષત્ર સાથે જ 5 મોટા શુભ યોગ, 200 વર્ષ પછી બન્યો આવો યોગ

October 18, 2022

દિવાળીના ઠીક 5 દિવસ પહેલાં એટલે આજે દુર્લભ મંગળ પુષ્ય નક્ષત્ર છે. દુર્લભ એટલા માટે, કેમ કે આ દિવસે 5 મોટા શુભ યોગ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે, દિવાળી પહેલાં શુભ કામની શરૂઆત કરવા માટે આ મહાસંયોગ વરદાન સમાન છે.

આજે બની રહેલા પંચ મહાયોગનો દુર્લભ સંયોગ છેલ્લાં 200 વર્ષમાં બન્યો નથી. આજે સૂર્યોદય સાથે જ પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ગયું છે. આ મહામુહૂર્તમાં દરેક પ્રકારનું શુભ કામ લાભદાયી, સ્થાયી અને શુભ ફળદાયી રહેશે. રિયલ એસ્ટેટમાં રોકાણ, નવા કામની શરૂઆત, વાહન, ઘરેણાં, કપડાં અને અન્ય સામગ્રીઓની ખરીદીનો અક્ષય લાભ મળશે, સાથે જ ઘરેલુ અને ઓફિસમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ ખરીદવી પણ શુભકારી રહેશે.

પુરીના જ્યોતિષાચાર્ય  જણાવે છે કે મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન યોગ બની રહ્યો છે, સાથે જ સિદ્ધ નામનો શુભ યોગ બનશે. સૂર્યોદયની કુંડળીમાં હંસ, ભદ્ર અને શંખ નામના રાજયોગ રહેશે. આવો મહાસંયોગ ભાગ્યે જ બને છે.

 જ્યોતિષીઓ પ્રમાણે છેલ્લાં 200 વર્ષમાં આવો સંયોગ બન્યો નથી. આ મહાસંયોગમાં વાહન, મકાન, દુકાન, કપડાં, સોનું-ચાંદી, વાસણ અને જમીનની ખરીદી-વેચાણ કરી શકાય છે. સોનું, જમીન, મકાન, ચાંદી અને ધાતુ ખરીદવા વધારે લાભદાયી રહે છે. આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

બધા 27 નક્ષત્રમાં પુષ્યને નક્ષત્રનો રાજા માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અમરેજ્ય પણ કહેવામાં આવે છે, એટલે તે નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લઇને આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ છે પરંતુ તેની પ્રકૃતિ ગુરુ જેવી હોય છે. જ્યારે પણ મંગળવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે મંગળ પુષ્ય નામનો યોગ બને છે. દિવાળી તહેવાર શરૂ થવાના 6 દિવસ પહેલાં 18 ઓક્ટોબરના રોજ સવારે 04:30થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે, જે 19 ઓક્ટોબર સવારે 07:11 સુધી રહેશે.

આ યોગમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ લાંબા સમયે લાભ આપશે. કોઈની સલાહ લઈને જ રોકાણ કરવું.જયોતિષી  અનુસાર, પુષ્ય નક્ષત્રની સાથે વર્ધમાન, સિદ્ધિ અને સાધ્ય યોગ લગભગ 29 વર્ષ પછી રચાઈ રહ્યો છે. આવા શુભ યોગમાં ખરીદી કરવાથી ભગવાનની વિશેષ કૃપા બને છે. આવા શુભ યોગમાં તમામ પ્રકારની ખરીદી કરી શકાય છે. વધુમાં, આ દિવસે ચોપડાની ખરીદતાં પહેલાં શુકનના પતાસાંની ખરીદી કરી અથવા નવા વર્ષના ચોપડાની ખરીદી કરવી કે ઓર્ડર આપવો ઉત્તમ મનાય છે, સાથે જ આ દિવસે ગુરુ ગ્રહના યંત્ર અને મહાલક્ષ્મીના યંત્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે.