NSEના પૂર્વ CEO રવિ નારાયણની ધરપકડ

September 07, 2022

નવી દિલ્હી : ઈડીએ (ED) મંગળવારના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જના (NSE)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રવિ નારાયણની કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, નારાયણ એપ્રિલ 1994થી 31 માર્ચ 2013 દરમિયાન NSEના મેનેજિંગ ડીરેક્ટર અને CEO હતા. ત્યાર બાદ 01 એપ્રિલ 2013થી 01 જૂન 2017 સુધી તેમને કંપની બોર્ડમાં બિન-કાર્યકારી શ્રેણીમાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

શું છે આરોપ

નારાયણ પર વર્ષ 2009થી 2017 દરમિયાન ગેરકાયદેસર રીતે NSEના કર્મચારીઓના ફોન ટેપ કરવાનો આરોપ છે. EDએ ગત 14 જુલાઈના રોજ નારાયણ, એનએસઈના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણન અને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે વિરૂદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. અગાઉ CBIએ બંને વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.