રાયડૂના છક્કાથી રેફ્રિજરેટરનો કાંચ તૂટ્યો

May 02, 2021

નવી દિલ્હી :  ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ(MI)એ શનિવારે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને 4 વિકેટથી હરાવ્યું. મુંબઈના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા અને ઝાહીર ખાનની વાઈફ સાગરિકા ઘાટગે લકી ચાર્મ રહી . ટીમની રોમાંચક જીત પછી બંને સ્ટેન્ડમાં ખૂબ જ ખુશી જોવા મળી. મેચનું સ્કોરકાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો...

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 218 રન બનાવ્યા હતા. તેમાં અંબાતી રાયડૂએ 20 બોલમાં અડધી સદી ફટકારી. આ દરમિયાન તેમણે 7 છક્કા અને 4 ચોક્કા માર્યા. એક ઓફ સાઈડમાં મારવામાં આવેલો છક્કો રેફ્રિજરેટર પર જઈને પડ્યો. બોલ વાગવાથી રેફ્રિજરેટરનો કાચ તૂટી ગયો.