મોંઘવારી જોઈને આરબીઆઈ સામાન્ય માણસને આપી શકે છે રાહત

December 06, 2022

મે થી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો


આગામી MPCની બેઠકમાં રેપો રેટ ફરીવાર વધે તેવી શક્યતા


નવી દિલ્હી- રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક ચાલી રહી છે અને તેનો નિર્ણય બુધવારે આવવાનો છે. આ પહેલા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે મોંઘવારી દરમાં નરમાઈને જોતા RBI પણ નીતિગત નિર્ણયોમાં છૂટછાટ અપનાવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટ વધારશે, પરંતુ તે પહેલા કરતા ઘણો ઓછો થઈ શકે છે.


રિપોર્ટ અનુસાર જણાવ્યું છે કે, અગાઉ યોજાયેલી MPCની બેઠકમાં રિટેલ ફુગાવા પર ઘણું દબાણ હતું અને માત્ર તેને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઝડપથી વધારો કરી રહી છે. મે થી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે અને તે 4 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. બુધવારે MPCની બેઠકમાં આવનારા નિર્ણયોમાં ફરી એકવાર રેપો રેટમાં વધારો થવાની આશા છે, પરંતુ આ વખતે મોંઘવારીનું વધારે દબાણ નથી, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે વ્યાજદરમાં વધારો પણ પહેલાં કરતાં ઓછો રહેશે.


આરબીઆઈના નિર્ણયો પહેલા અર્થશાસ્ત્રીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં વ્યાજ દરોને લઈને મોટો ખુલાસો થયો છે. બ્લૂમબર્ગે 35 અર્થશાસ્ત્રીઓ વચ્ચે હાથ ધરેલા સર્વેમાં જણાવ્યું છે કે મોટા ભાગના લોકોએ આ વખતે રેપો રેટમાં 0.35 ટકાના વધારાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે 3 સભ્યોએ વ્યાજ દરમાં 0.25 ટકા અને બાકીના 0.10 થી 0.30 ટકા સુધીનો વધારો કરવાની અપેક્ષા છે.