રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી ઉછાળો : મકાનોનું વેચાણ 9 વર્ષમાં સૌથી વધારે

January 10, 2023

મુંબઇ- કોરોના પછી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવ્યો છે. દેશનાં મુખ્ય 8 શહેરોમાં આવાસિય વેચાણ 34 ટકા વધ્યું છે, જે છેલ્લા 9 વર્ષમાં સૌથી વધુ છે. એક પ્રોપર્ટીફર્મ એડવાઇઝરે રીપોર્ટ જારી કર્યો છે. આ રીપોર્ટ છેલ્લા 6 મહિનાનાં વેચાણ પર આધારિત છે. 2022માં લોકો મોટા શહેરોમાં ઘર ખરીદવામાં વધારે ઇન્વેસ્ટ કરી રહ્યાં છે.   


આંકડા અનુસાર, મુંબઇ 85,169 સરેરાશ સાથે આવાસીય વેચાણમાં ઉપર રહ્યું. આ આંકડો 2021ની તુલનામાં 35 ટકા વધારે છે. જ્યારે દિલ્હી- એસીઆરમાં આવાસીય સંપત્તિઓની માંગ 67 ટકા વધીને 58,460 સરેરાશે પહોંચી. બેંગલુરુમાં આ માંગ 40 ટકાની વૃધ્ધિ સાથે 53,363 સરેરાશે પહોંચી ગઇ. સંપત્તિઓનાં વેચાણમાં 28 ટકા વધીને 32,046 સરેરાશે પહોંચી છે. ચેન્નઇમાં 19 ટકા અને અમદાવાદમાં 58 ટકા વેચાણ વધ્યું છે.