USમાં રેકોર્ડ પ્રી-પોલ મતદાન:આ વખતે ચૂંટણીના 9 દિવસ પહેલા જ 5.9 કરોડ લોકોએ મતદાન કર્યું

October 26, 2020

વોશિંગ્ટન : કોરોનાએ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો ટ્રેન્ડ પણ બદલી દીધો છે. કોરોનાની મહામારી વચ્ચે આ વખતે લાખો મતદારો પોલિંગ બૂથ પર લોકોની ભીડ વચ્ચે જઈને મતદાન કરવાથી બચી રહ્યા છે. જો કે, તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન વચ્ચેની કાંટાની ટક્કરને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સાહ પણ છે. અને આ જ કારણ છે કે પ્રી પોલ મતદાને આ વખતે નવો રેકોર્ડ બનાવ્યો છે.

એક ઈંડિપેંડેંટ વોટ મોનિટર મુજબ, 2020માં બેલેટની સંખ્યા 4 વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીઓમાં થયેલા બેલેટ મતદાન કરતા વધુ છે. તે 3 નવેમ્બર યોજાનાર અંતિમ મતદાનના 9 દિવસ પહેલાનો આંકડો છે.યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા દ્વારા સંચાલિત સ્વતંત્ર યુ.એસ.ચૂંટણી પ્રોજેક્ટે દાવો કર્યો હતો કે રવિવાર સુધીમાં 5.9 કરોડથી વધુ લોકોએ મતદાન કરી દીધું છે. યુ.એસ. ચૂંટણી સહાય આયોગની વેબસાઇટ અનુસાર, ગત વખતે કુલ 5.7 કરોડ લોકોએ મેલ દ્વારા અથવા મતદાન પહેલાં જ પોતાનો મત આપી દીધો છે.

ડેમોક્રેટિક પાર્ટી શરૂઆતથી પ્રી પોલ મતદાનને પ્રોત્સાહન આપી રહી છે. જેનાથી એવું લાગે છે કે તેઓ વધુ મત મેળવી શકે છે. તેનાથી વિપરીત, ડોનાલ્ડ ટ્રમ્પ મહિનાથી વિના કોઈ પુરાવા વગર દાવો કરી રહ્યા છે કે મેલ દ્વારા પડેલા મત (મેલ ઇન બેલેટ) છેતરપિંડીનું કારણ બની શકે છે. આ બાબતે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર માઈકલ મેકડોનાલ્ડનું કહવું છે કે જે પ્રમાણે દેશમાં કોરોના ફેલાઈ રહ્યો છે, તે બાબતવધુ જોખમ ભરેલી છે. માઈકલ એક ચૂંટણી પ્રોજેકટની વ્યવસ્થા પણ કરી ચૂક્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે જો તેમના કેટલાક મતદારો મતદાન ન કરવાનો નિર્ણય લઈ લે અથવા પોલિંગ બૂથ જ બંધ થઈ જાય તો શું થાય.

એક ચૂંટણી પ્રોજેક્ટનો અંદાજ છે કે આ વખતે ચૂંટણીમાં 15 કરોડથી વધુ લોકો મતદાન કરી શકે છે. 2016ની ચૂંટણીમાં આ આંકડો 13.7 કરોડ રહ્યો હતો.તેમાં કેટલાક રાજ્યો ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. અહીંયા મતદાનના આંકડા રેકોર્ડ તોડ રહ્યા છે. તેમાં ટેક્સાસ પણ શામેલ છે. રવિવાર સુધી, અહીં 2016 ની તુલનામાં 80% મતદાન કરવામાં આવ્યું છે.

મેક્ડોનાલ્ડે પોતાના ટ્વિટમાં કહ્યું કે ટેક્સાસમાં શુક્રવાર સુધી પ્રી પોલ મતદાન ચાલુ છે. તેમાં કોઈ શંક નથી કે ફાઇનલ મતદાનના દિવસ સુધી ટેક્સાસમાં 2016 કરતા વધારે મતદાન થઈ ગયું હશે. સવાલ એ છે કે તે કેટલું હશે. ટેક્સાસ પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીનો ગઢ રહ્યો છે. અહિંયા 1980 પછીથી રિપબ્લિકન ઉમેદવારોને જ સમર્થન મળ્યું છે. જો કે, કેટલાક તાજેતરના સર્વેમાં બાઈડેન ટ્રમ્પ પર ભારે પડતાં દેખાડવામાં આવ્યા છે.