2020-'21થી ભારતીય અર્થતંત્રમાં રિકવરી શરૂ થશે: ફોર્જના ચેરમેન

February 17, 2020

ભારતીય અર્થતંત્રમાં 2020-'21થી રિકવરી શરૂ થશે એવો મત ભારત ફોર્જના ચેરમેન અને એમડી બાબા કલ્યાણીએ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર પાંચ વર્ષ પછી કંપનીના બિઝનેસનો મોટા ભાગનો હિસ્સો નોન-ઓટોમોટિવ હશે.

આપણે જ્યારે બીજા ક્વાર્ટરના પરિણામ પછી વાત કરી હતી ત્યારે તમે ઉત્સાહી હતા, પણ રિકવરીનો ભરોસો ન હતો. તમારો ભરોસો વાસ્તવિકતામાં પરિણમ્યો છે કે હજુ રિકવરીમાં વિલંબ થશે?

અગાઉની વાતચીત વખતે મેં જણાવ્યું હતું કે, આગામી છ મહિના મુશ્કેલ રહેશે અને એ દેખાઈ રહ્યું છે. બજાર મુશ્કેલ સ્થિતિમાં છે. માગ ઘણી નબળી છે અને અમારો બિઝનેસ માંગ આધારિત છે. માગમાં સુધારો નોંધાશે તો પ્રોત્સાહક રિકવરી જોવા મળશે. આગામી ત્રિમાસિક ગાળો પણ નબળો રહેવાનો અંદાજ છે. જોકે, 2020-'21ના પ્રારંભે રિકવરી શરૂ થવાની શક્યતા છે.