નાયગ્રા ફોલ્સ રાઉન્ડ ટ્રીપની ફીમાં ઘટાડો

March 26, 2022

  • ટોરન્ટોના પ્રવાસીઓ માટે બે પ્રકારના પાસની જોગવાઈ, બાળકોને ફ્રી પાસ મળશે
ટોરોન્ટો : જો સપ્તાહનાં અંતે તમે ઊનાળાના પ્રવેશદ્વાર સમા નાયગ્રા ફોલ્સની મુલાકાત લેવા માંગતા હોવ તો ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સની ટ્રેન ટિકિટમાં તમે 10 ડોલરનો ફાયદો મેળવી શકશો. જીઓ ટ્રાન્સિટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સપ્તાહાંત માટે લોકોને બે પ્રકારના પાસ આપવામાં આવે છે. જેમાં મોટાભાગના લોકો અમર્યાદિત પ્રવાસની સુવિધા માંગતા હોય છે. 
પહેલા દિવસે 10 ડોલરના પાસમાં તમે શનિવારથી રવિવાર સુધી સંખ્યાબંધ સ્થળોનો પ્રવાસ કરી શકશો. જ્યારે બીજા વિકલ્પમાં 15 ડોલરના સપ્તાહાંત પાસ આપવામાં આવે છે, તેમાં સપ્તાહાંત અને અન્ય રજાના દિવસોમાં ગમે તેટલા સ્થળે, ગમે તેટલી વખત જઈ શકશો.
સપ્તાહના અંત માટે આપવામાં આવતા આ પાસ માત્ર ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સ પૂરતા જ મર્યાદિત નથી. પરંતુ આ પાસથી તમે કોઈપણ બસ અથવા ટ્રેન કે જે મૂળ સ્થાનેથી શરૂ થતાં હોય તેની પસંદગી કરી શકો છો અને સપ્તાહનાં અંતમાં કોઈ પણ સ્થળે જઈ શકો છો.  12 વર્ષથી નીચેની વય ધરાવતાં બાળકોને ઓનલાઈન ફ્રી પાસ આપવામાં આવશે.  ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સ સર્વિસ 28 જૂનથી શરૂ થશે, જે શનિવાર, રવિવાર, અન્ય રજાઓ અને સોમવારના દિવસોએ ચાલુ રહેશે. ઓન્ટોરિયોમાં કામકાજની પરિસ્થિતિ ફરીથી થાળે પડી રહી છે ત્યારે તમારે તમારા મિત્રો અને પરિવાર સાથે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને પ્રવાસના સ્થળોનાં આકર્ષણ કેન્દ્ર તરીકે આ એક નવા સ્થળનો તમારી યાદીમાં ઉમેરો કરવો જોઈએ, એમ જીઓ ટ્રાન્ઝિટ દ્વારા જણાવવામાં આવ્યું છે.