કેનેડામાં ઘરોની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો

May 21, 2022

  • કોરોના કાળ બાદ હોમલોનના વ્યાજ દરમાં થયેલા વધારાની સીધી અસર રિઅલ એસ્ટેટ પર પડી
ટોરોન્ટો : કેનેડામાં હોમ લોનના વ્યાજદરમાં વધારાને પગલે રીયલ એસ્ટેટ બજારમાં મંદી જોવા મળી રહી છે. એપ્રિલમાં મકાનોની કિંમતમાં વધુ ૧ર ટકાનો ઘટાડો થતા એ ૭૪૬,૦૦૦ યુએસ ડોલર જેટલા થયા હતા. કેનેડીયન રીયલ એસ્ટેટ એસોસિયેશને સોમવારે જણાવ્યું હતું કે, આ મોટો ઘટાડો છે, જેની અસર ખાસ ટોરન્ટો જેવા શહેરમાં જોવા મળી છે અને એ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે.
આ વર્ષના ફેબ્રુઆરીમાં ૮,૧૬,૦૦૦ યુએસ ડોલર જેટલી ઉંચી કિંમત જોવા મળી હતી. પરંતુ છેલ્લા બે માસથી એમાં સતત ઘટાડો જોવા મળી રહયો છે. માર્ચમાં સરેરાશ કિંમત ૭,૯૬,૦૦૦ યુએસડી જેટલી હતી. જેમાં વધુ ૬ ટકાના ઘટાડા સાથે એપ્રિલમાં એ ઓછી થઈ ગઈ હતી. આ માસ ખાસ કરીને રીયલ એસ્ટેટ માટે તેજીનો ગણાય છે. એસોસિયેશનના અધ્યક્ષ જિલ ઔડીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડાના કેટલાક શહેરોમાં પ્રોપર્ટી બજારમાં મંદી જોવા મળી રહી છે. એમાંય જયારથી હોમલોન પરના વ્યાજમાં વધારો થયો છે ત્યારથી એટલે કે છેલ્લા બે માસથી એની અસર ગ્રાહકની ખરીદ શકિત પર પડી રહી છે.
એસોસિયેશન કહે છે કે, મકાનની સરેરાશ કિંમત વિશે પણ ગેરસમજો ઉભી થાય એવા આંકડાઓને કારણે વાન્કુંવર અને ટોરન્ટો જેવા શહેરોમાં મોંઘા મકાનોમાં ખરીદીમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. એમાં મકાનની કિંમતને હાઉસ પ્રાઈઝ ઈન્ડેક્ષ (એચપીઆઈ) ગણવામાં આવે છે. જેમાં બજારમાં મકાનોના વેચાણના કદ અને પ્રકારને સમતોલ કરવામાં આવે છે. આ વર્ષે એપ્રિલમાં એચપીઆઈમાં ૦.૬ ટકા ઘટયો છે. જે છેલ્લા બે વર્ષનો પહેલો માસિક ઘટાડો છે. જયારે મકાનોની કિંમતોમાં થયેલો ઘટાડો અંદાજે ૭ ટકા જેટલો છે જે ગયા વર્ષની સરખામણીમાં વધુ છે. રીટેલર ડેનિયલ ફોચ કહે છે કે, અત્યારનું બજાર ગ્રાહકો માટેનું ન હોય એવું લાગે છે. કેમ કે, આ તો કોઈ સૌંદર્ય સ્પર્ધાના બજાર જેવું બની ગયું છે.  જો કે, ખરીદનારા તો પણ મકાન ખરીદી રહ્યા છે પણ કયારેક વેચનાર અને ખરીદનારના ભાવોમાં તફાવત વર્તાય રહ્યો છે.