રોગચાળાની સ્થિતિ હળવી થતાં શરણાર્થી અને વસાહતીઓને કેનેડિયનો તરફથી આવકાર

November 23, 2021

  • એન્વાયરોનિક્સ ઇન્સ્ટિટ્યૂટે 2000 કેનેડિયનનોનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લીધો 
  • વસાહતીઓનું પ્રમાણ બહુ વધી ગયું હોવાની કાગારોળને 65% નાગરિકોએ ફગાવી દીધી
બ્રામ્પ્ટન : મહા-રોગચાળાની સ્થિતિ હળવી થઈ જતા મોટાભાગના કેનેડિયનનો વસાહતીઓને મોટા પ્રમાણમાં આવકાર આપે છે તેવુ તારણ અભ્યાસમાં બહાર આવ્યુ છે. આ એક સારી બાબત છે એમ એન્વાર્યોનીકસના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે.  એન્વાયરોનિક્સ ઇન્સ્ટિટ્યૂટે 2000 કેનેડિયનનોનો સપ્ટેમ્બર 7 અને 23, 2021ના રોજ ટેલિફોન ઉપર ઇન્ટરવ્યૂ લીધો હતો. જેમાં વસાહતીઓ તથા શરણાર્થીઓ સબંધી મંતવ્યો જાણવાના પ્રયત્નો કર્યા હતા. આ સર્વેના તારણો મુજબ ફોલ 2021 નામના અહેવાલમાં કેનેડિયનનોના વસાહતીઓ અને શરણાર્થીઓ સબંધી જે મંતવ્યો લેવામાં આવ્યા હતા તે લગભગ ગત વર્ષ જેવા જ હતા. સ્પષ્ટ બહુમતીએ વસાહતીઓ તરફ સહાનુભૂતિ દર્શાવાઈ હતી અને જણાવ્યું હતું કે, કેનેડાના આર્થિક વિકાસ માટે તે જરૂરી છે. તેઓ દેશના વિકાસ માટે તથા વસ્તીના વધારા માટે આવશ્યક છે.  કેનેડા ધીમે-ધીમે સમસ્યાઓમાંથી બહાર આવી રહ્યું છે, એ સમયે આ અહેવાલ બહાર આવ્યો છે. વસાહતીઓની સમસ્યા કોવિડ-19ના સમયમાં એક તરફ ધકેલાઈ ગઈ હતી. પરંતુ હવે ફરીથી સપાટી પર આવી છે. આ સર્વેનો હેતુ એ સમજવાનો હતો કે ગયા વર્ષે કેનેડિયનનોને વસાહતીઓ તરફથી કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. બે તૃતીયાંશ એટલ કે 65% કેનેડિયનનોએ કેનેડામા વસાહતીઓનું પ્રમાણ બહુ વધી ગયું છે એવી કાગારોળને ફગાવી દીધી હતી.  સપ્ટેમ્બર 2020માં ફોકસ કેનેડા નામનો એક સર્વે રજુ કરવામાં આવ્યો હતો. તેના પરિણામમાં કોઈ પરિવર્તન દર્શાવતું નથી. છેલ્લા 12 મહિનામાં એટલાન્ટિક કૅનેડિયન્સ મેનિટોબન્સ અને સાસ્કેચવાનીયન્સના જુના મંતવ્યોમાં 7 થી 8% નો ઘટાડો થયો છે. જયારે ક્યૂબેકમાં પણ બહુ મોટું પરિવર્તન જોવા મળતું નથી.