મહેસાણામાં સંબંધો લજવાયા, 4 વર્ષ પિતાએ દુષ્કર્મ કર્યું

January 29, 2020

માસીના ઘરે માસાએ શરીરે બચકા ભરી વિકૃતી બતાવી

મહેસાણાના એક નરાધમ બાપ પોતાની વ્હાલસોયી સગીર દીકરી પર 4 વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો. ધોરણ-9માં અભ્યાસ કરતી દીકરીને તેના જ નરાધમ પિતાએ પિંખી નાખી હતી. અને આ સિલસિલો 4 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. સગીરાએ તેના પિતાની હેવાનીયતની જાણ તેની માતાને પણ કરી હતી. માતાને પણ દીકરીની વાત માનવામાં નહીં આવતા અવગણના કરી હતી. દીકરીની માતા તેના પુત્રને લઈને અલગ સૂતી હતી. જ્યારે સગીરા ના છૂટકે તેના પિતા સાથે સુવા મજબૂર બની જતી. તેની દાદીએ પણ સગીરા મોટી થતી હોઇ પિતા પાસે નહીં સુવાડવા ટકોર કરી હતી.


આમ ને આમ કિશોરી ધોરણ-12માં અભ્યાસ કરતી હતી તે દરમ્યાન કિશોરીએ પિતાની આ હરકતોનો વિરોધ કરતા તેને તેની માસીને ત્યાં વધું અભ્યાસ માટે મોકલી દીધી. પણ પિતાથી પીડિત કિશોરી પર હવે માસાએ નજર બગાડી અને માસાએ સગીરાના શરીરે બચકા ભરી વિકૃતી દર્શાવી દીધી.
સમગ્ર ઘટનાની જાણ પાટણ cwc દ્વારા સખીવનસ્ટોપ સેન્ટર અને 1098 સમક્ષ મહેસાણાની આ કિશોરીએ પોતાની આપવીતી જણાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને આખરે તાત્કાલિક મહેસાણા પોલીસે સગીરાના પિતા અને માસા વિરુદ્ધ પોકસો અંતર્ગત ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી.
મહેસાણામાં ખુદ પિતાએ પોતાની સગી દીકરી પર 4 વર્ષ સુધી બળાત્કાર ગુજરાવની શર્મસાર ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર મહેસાણાવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. કિશોરીનું હાલ મેડિકલ ચેકપ હાથ ધરીને 164 અંતર્ગત કોર્ટમાં નિવેદન લેવડાવવા પણ તજવીજ હાથ ધરાઈ છે. આ સમગ્ર ઘટનામાં બળાત્કારી પિતાની પોલીસે અટકાયત કરી છે અને અન્ય આરોપી કિશોરીના માસા હજુ ફરાર છે.
સમગ્ર ઘટનામાં 4 વર્ષ સુધી કિશોરી રિબાતી રહી હતી. પરંતુ ઘરમાં જ તેની વાતને કોઈ સાંભળતું ન હોઈ આખરે પાટણ cwc દ્વારા સખીવનસ્ટોપ સેન્ટર અને 1098 સમક્ષ મહેસાણા દ્વારા કિશોરીની પડખે આવી ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી અને આરોપી પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. અને બીજા આરોપી કિશોરીના માસાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.