જેલોમાં કોરોનાના ફેલાય તે માટે કેદીઓને પેરોલ કે જામીન પર છોડોઃ સુપ્રીમ

March 23, 2020

નવી દિલ્હી : દેશમા કોરોનાના મંડરાઈ રહેલા સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટને દેશના અન્ય હિસ્સાની જેમ જેલોમાં પણ કેદીઓને કોરોનાનો ચેપ લાગે તેવી બીક લાગી રહી છે.

જેના પગલે સુપ્રીમ કોર્ટે શક્ય હોય તો જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પૈકી સાત વર્ષ સુધીની સજાવાળા કેદીઓને શક્ય હોય તો જામીન કે પેરોલ પર છોડવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, રાજ્ય સરકારો આ માટે હાઈપાવર કમિટી બનાવે.જેમાં જેલના ડીજી, કાયદા વિભાગના સેક્રેટરી અને સ્ટેલ લિગલ સર્વિગ ઓથોરિટીના ચેરમેન સામેલ હશે.આ કમિટી નક્કી કરશે કે સાત વર્ષની સજાવાળા મામલામાં કયા દોષિતો કે અન્ડરટ્રાયલ કેદીઓને પેરોલ કે વચગાળાના જામીન પર છોડી શકાય છે.જેથી જેલમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી શકાય.

સુપ્રીમ કોર્ટે જાતે જ આ પહેલ કરીને આદેશ આપ્યો છે.દેશભરની જેલો હાઉસ ફુલ છે.બલકે એવુ કહી શકાય કે મોટાભાગની જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ છે ત્યારે જેલોમાં પણ કોરોનાનો ચેપ લાગવાનો ડર છે તેવુ સુપ્રીમ કોર્ટને લાગી રહ્યુ છે.