reliance jio ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે ભારતનો સૌથી સસ્તો 5g ફોન, સ્પેસિફિકેશન થયા લીક

January 28, 2022

Reliance Jio5G ફોનની સ્પેસિફિકેશન લીક થઈ છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે રિલાયન્સ જલ્દી જ 5G લોન્ચ થઈ શકે છે. હવે એવી ધારણા છે કે ભારતમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ થશે. રિલાયન્સ હવે 5G Jioફોન લાવવાના મૂડમાં છે, તેના માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે આ 5G ફોન ભારતમાં ખૂબ જ ઓછી કિંમતમાં લોન્ચ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર Jioના 5G ફોન પર કામ ચાલી રહ્યું છે. જો તેના લોન્ચિંગની વાત કરીએ તો આ ફોન ભારતમાં આ વર્ષે લોન્ચ થઈ શકે છે. એન્ડ્રોઇડ સેન્ટ્રલે Jio5Gના કેટલાક લીક સ્પેસિફિકેશન શેર કર્યા છે.

શું હશે પ્રોસેસર?
તમે એ વાત પણ જાણો છો કે ઓછા ફીચર્સ ધરાવતો ફોન જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. Jio Phone 5G સાથે 5G સપોર્ટ ઉપલબ્ધ હશે, પરંતુ હાઈ એન્ડ ફીચર્સની અપેક્ષા રાખી શકાતી નથી. સ્નેપડ્રેગન 480 પ્રોસેસર Jio Phone 5G સાથે મળી શકે છે, જે Qualcommનું સૌથી સસ્તું 5G પ્રોસેસર છે. Jioફોન સાથે 5G, N3, N5, N28, N40 અને N78 5G બેન્ડનો સપોર્ટ મળશે. 

શાનદાર કેમેરા સાથે મજબૂત બેટરી
Jioના પહેલા 5G ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં પ્રાઇમરી લેન્સ 13 મેગાપિક્સલનો અને બીજો લેન્સ 2 મેગાપિક્સલનો હશે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો હશે. તેની સાથે 18Wના ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ મળશે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ હશે. Jio Phone 5Gમાં 5000mAhબેટરી મળી શકે છે.

32 જીબી સ્ટોરેજથી સજ્જ હશે ફોન
Jioના આ ફોનમાં 4 જીબીરેમ અને 32 જીબીસ્ટોરેજ મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જીયો ફોન 5Gમાં 6.5 ઇંચની LCD HD+ ડિસ્પ્લે મળશે. ફોન સાથે જિયોના તમામ એપ્સ પ્રી-ઇન્સ્ટોલ મળશે. ફોન સાથે એન્ડ્રોઇડ 11 મળશે.