ભાગેડું મેહુલ ચૌકસીને ડોમિનિકા તરફથી મળી રાહત

May 21, 2022

13,500 કરોડ રૂપિયાના પીએનબી ઘોટાળા કેસમાં આરોપી મેહુલ ચૌકસીને ડોમિનિકા દેશ તરફથી રાહત મળી છે. ડોમિનિકાના સ્થાનિક વહીવટીતંત્રે ચૈકસી સામેનો મામલો પરત ખેંચી લીધો છે. આ મામલો રાષ્ટ્ર દ્વિપમાં પ્રવેશવા સંબધિત હતો. જેનો મેહુલ ચૌકસીએ વિરોધ કરતા કહ્યું હતું કે તેને એન્ટીગુઆ અને બારબુડાથી અપહરણ કરી ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચૌકસી મે-2021માં ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. ત્યારબાદ તેના પ્રત્યાર્પણની વાત થઈ હતી કે તેને ભારત મોકલવામાં આવશે પરતું તેમ થયું નથી. ડોમિનિકા સરકારે કહ્યું હતું કે તેને એન્ટીગુઆને જ સોંપવામાં આવશે કારણ કે તેની પાસે એન્ટીગુઆની નાગરીક્તા છે.

ડોમિનિકા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચૌકસી ગેરકાયદેસર રીતે તેમના દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ડોમિનિકા હોમ અફેયર્સ વિભાગે જણાવ્યું હતું કે એન્ટીગુઆ અને બારબુડાના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને તેને પરત એન્ટીગુઆ મોકલવામાં આવશે.