'ટેપ વિવાદ'માં નીરા રાડીયાને રાહત : CBIએ આપેલી 'ક્લિન ચીટ' : તપાસ બંધ

September 21, 2022

CBIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું : 'ટેપ થયેલી વાતચીતમાં કોઈ અપરાધિક બાબત મળી નથી તેથી તેના આધારે શરૂ થયેલી તપાસ બંધ કરી છે'.


નવી દિલ્હી : ટેપ વિવાદમાં ફસાયેલા બોબીસ્ટ નીરા રાડીયાને CBI એ ક્લિન ચીટ આપી છે. આ તપાસ સંસ્થાએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતુ કે તે ટેપ થયેલી વાતચીતમાં કોઈ અપરાધિક બાબત સમાવિષ્ટ નથી. તેથી, તે સંબંધે શરૂ કરાયેલી ૧૪ વિવિધ તપાસો પણ બંધ કરી દેવાઈ છે.

એડીશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ૨૦૧૫માં કોર્ટે આપેલા આદેશનો ઉલ્લેખ કરતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે, તે રીપોર્ટ કોર્ટમાં જમા કરાવેલો જ છે. આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ હિમા કોહલીની બનેલી પીઠીકા સમક્ષ ચાલી રહી છે. ભાટીએ કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન કોઈ અપરાધિક બાબત મળી નથી તેનો ફાયનલ રીપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટને સોંપવામાં આવ્યો છે અને સંબંધિત વિભાગોને પણ અપાઈ ગયો છે.


હવે તે જાણીતી વાત બની રહી છે કે, કરોડપતિ કુટુમ્બની આ યુવતી નીરા રાડીયા રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યુનિટેક જેવી કેટલીક મોટી કંપનીઓના અન્ય કંપનીઓ તથા સરકાર સાથેના કામોમાં 'વચેટિયા' તરીકે કામ કરવાનો આક્ષેપ હતો જે ખોટો નીકળ્યો છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ૨૦૧૩માં ૮ હજાર ટેપ જપ્ત કરી હતી અને તેની તપાસ પણ CBI દ્વારા આઇટીએ હાથ ધરાવી હતી. આ કંપનીઓ ઉપરાંત અન્ય કેટલીય કંપનીઓના 'વચેટિયા' તરીકે તેમણે કામ કર્યું હોવાના પણ આક્ષેપો હતા તે પછી કોર્ટ કેસ થતાં ઉદ્યોગપતિ રતન તાતાએ એક યાચિકા રજૂ કરી હતી જેમાં કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે વાતચીત મીડીયામાં લીક થવી ન જોઈએ તે પૂર્વે સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (CPIL) દ્વારા રજૂ કરાયેલી યાચિકામાં 'ટ્રાન્સસ્ક્રિપ્ટ'ને સાર્વજનિક કરવાની માગણી કરાઈ હતી પરંતુ તે સ્વીકારાઈ ન હતી.