કાર રેસરથી પોર્ન સ્ટાર બનેલી રેની ગ્રેસી ટ્રેક પર પરત ફરશે

July 27, 2020

નવી દિલ્હીઃ રેની ગ્રેસી ઓસ્ટ્રેલિયાની પહેલી પ્રોફેશનલ સુપરકાર ડ્રાઈવર છે. જેને હાલમાં નાણાંકીય મુશ્કેલીઓના કારણે પોર્ન સ્ટાર બનવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની કાર રેસર રેની ગ્રેસીએ ખરાબ આર્થિક સ્થિતિના કારણે રમત છોડીને પોર્ન સ્ટાર બનવાનો પહેલા નિર્ણય લીધો હતો પણ હવે તેમનું બેંક બેલેન્સ સારું થઇ ગયું છે અને કારણે હવે તેમને એક મોટો નિર્ણય લીધો છે. રેની ગ્રેસીએ ફરી એક વાર મોટર રેસિંગ ટ્રેક પર વાપસી કરવાનો નિર્ણય લીધો છે. ૨૫ વર્ષની રેની ગ્રેસી હવે દર મહિને ૧૩ લાખ રૂપિયા કમાય છે. જેમાં પૉર્ન વીડિયો બનાવવા અને ન્યૂડ ફોટોશૂટ પણ સામેલ છે. ગ્રેસીએ નિર્ણય લીધો છે કે તે પોતાનું કામ ચાલુ રાખશે અને તેનાથી મળતા પૈસાને તે પોતાની કાર રેસિંગમાં પણ લગાવશે. ગ્રેસીએ પોતાની વાપસીની ખબર માટે કહ્યું કે મારી આર્થિક સ્થિતિ હવે સારી થઈ ગઈ છે. અને માટે હવે હું રેસિંગ કરી શકું છું. હવે મને તે વાતનો ડર નહીં રહે કે મારી કાર ટકરાઈને ક્ષતિગ્રસ્ત ના થઈ જાય. જો તેવું થશે તો પણ મારી પાસે પૈસા છે. અને હવે હું નિશ્ચિત થઈને રેસિંગ કરી શકું છું. મને સ્પોન્સર્સની પણ જરૂરીયાત નથી. તમને જણાવી દઈએ કે ગ્રેસી જ્યારે પોર્ન ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી તો તેની સાથે કઈ સુપરકાર ડ્રાઇવર્સે તેનાથી દૂરી બનાવી લીધી હતી. ગ્રેસીથી જ્યારે પુછવામાં આવ્યું કે શું તે તેના કોઈ ડ્રાઈવર સાથી તેને એક પાર્ન સ્ટાર રીતે ફરીથી ડ્રાઈવીંગ કરવા દેશે તે મામલે ગ્રેસી ગુસ્સે ભરાઈને કહ્યું કે મને નથી લાગતું કે મને કોઈ રોકી શકે છે. તે લોકોને કંઈ વાતની ડર છે મને નથી ખબર.