કાશ્મીર ખીણમાં ગણતંત્ર દિવસનો જશ્ન

January 26, 2020

શ્રી નગર : સમગ્ર દેશ ગણતંત્ર દિવસનો જશ્ન મનાવી રહ્યો છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી 71મો ગણતંત્ર દિવસ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ કડીમાં કાશ્મીર ખીણના લોકોએ પણ 26 જાન્યુઆરીએ તિરંગો લહેરાવ્યો છે. 

LoC પાસે કુપવાડા સહિત અન્ય સ્થળોએ પણ સ્થાનિક લોકોએ સેનાના જવાનોની સાથે મળીને તિરંગો લહેરાવ્યો. 

આ દરમિયાન બાળકો ઘણા ખુશ જોવા મળ્યા અને સેનાના જવાનોની સાથે મળીને તેમણે તિરંગાને સલામી આપી. 

અબાલવૃદ્ધ સૌ, ગણતંત્ર દિવસના સમારોહમાં તમામ લોકોએ ભાગ લીધો.