વિસનગરમાં બાળકીનું રેસ્કયુ LIVE:7 વર્ષની બાળકી ગટર લાઈનમાં ફસાઈ

August 05, 2022

વિસનગરમાં શુકન હોટલ આગળ એક 7 વર્ષની બાળકી ગટરની લાઈનમાં ફસાઈ જવાથી તેને કાઢવા માટે તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી છે.

 

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા વળ્યા હતા અને બાળકીને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પૂરઝડપે કામગીરી ચાલુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તંત્ર આ અંગે તાત્કાલિક કામગીરી કરી રહ્યું છે.


બાળકીને શોધવા ત્રણ જેસીબી કામે લાગ્યા છે. ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગ પણ કામે લાગ્યો છે. પાઈપલાઈનમાં એક વ્યક્તિને ઉતારી બાળકીને શોધવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતું બાળકી પાઈપલાઈનમાં ક્યાં ફસાઈ છે તેની કોઈ ભાળ મળી નથી.