ભાજપ અને RSSને અનામત કાંટાની જેમ ખૂંચે છે

February 10, 2020

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનામતને લઈને ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે ભાજપ બંધારણમાંથી અનામતને હટાવવા માગે છે. ભાજપ આરએસએસના ડીએનએમાં અનામતનો વિરોધ છે. અમે અનામતને ખતમ થવા દઈશુ નહીં. ભાજપ અનામત વિરોધી છે. તે ઈચ્છે છે કે એસસી એસટી સમુદાય ક્યારેય આગળ આવે નહીં. 

સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીમાં અનામતને લઈને કરવામાં આવેલી ટીપ્પણી બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ તરફથી આ મુદ્દા વિશે મોદી સરકાર પર દબાણ બનાવાઈ રહ્યુ છે અને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાનું કહેવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દા પર મોદી સરકારને કહ્યુ કે ભાજપ અને RSSના ડીએનએને અનામત કાંટાની જેમ કૂચે છે. 

RSS-BJPની વિચારધારા અનામતના વિરૂદ્ધ છે તે કોઈને કોઈ રીતે રિઝર્વેશનને હિન્દુસ્તાનના બંધારણમાંથી કાઢવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે પહેલા તેમણે રવિદાસ મંદિર તોડ્યુ કેમ કે તેઓ એસસી-એસટી કમ્યુનિટીને આગળ વધવા દેવા ઈચ્છતા નથી.