ઓન્ટેરિયોેમાં રેસ્ટોરન્ટ ફરીથી ખુલી, ગાયન અને નૃત્ય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત

June 22, 2020

  • બીજા તબક્કાની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે માર્ગદર્શિકા જાહેર થઈ

ટોરન્ટો - કોવિડ -૧૯ની મહામારી બાદ ઓન્ટેરિયોે ફરીથી ધબકતું થયું છે. પરંતુ મહેરબાની કરીને ગાવાનું શરૂ કરતાં નહિ. રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા સંદેશામાં વિવિધ નિયમનો સમાવેશ થાય છે. જેમ કે, સાંજના સમય તમે ગઈ શકશો નહિં કે નાચી શકશો નહિ. નિયમોનું પાલન કરતાની સાથે કોરોના રોગચાળો ફાટી નીકળ્યા બાદ ફરીથી ધંધા ઉદ્યોગ શરૂ થઈ રહ્યા છે અને તેની સાથે રેસ્ટોરન્ટ પેશીઓઝ પણ ખુલી રહ્યા છે.

ઓન્ટેરિયોના બીજા તબક્કાની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની યોજનામાં ક્ષેત્રો સબંધી કેટલાક માર્ગદર્શક દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે. અને તે પ્રમાણે વ્યવસાય ફરીથી શરૂ કરી શકાય છેરેસ્ટોરન્ટ અને બાર્સમાં સીંગીંગ અને નૃત્ય ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ બહાર બેસનારા ગ્રાહકો મર્યાદિત સંખ્યામાં ભેગા થઈ શકશે. ચાઈલ્ડ કેર સેટિંગ્સ સાથે ગાવા પર અને ધાર્મિક સ્થળોમાં પણ ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શરતો સાથે ઓન્ટેરિયોમાં ગયા સપ્તાહથી રેસ્ટોરન્ટસ અને ધાર્મિક સ્થળો ખુલવા લાગ્યા છે.

રાજ્યના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, વિજ્ઞાનમાં કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. જેની સાથે ડોકટર પણ સહમત થાય છે. ટોરન્ટો જનરલ હોસ્પિટલના ઇન્ફેક્શન ફિઝીશિયન અને વેજ્ઞાનિક ડોકટર એઇસેક બોગોચ જણાવે છે કે, દરેક વખતે આપણેે વાતો તો કરીએ છીએ પણ દરેક જગ્યાએ આપણી આજુબાજુ લોકો થુક્તા જોવા મળ્યા છે. અને જ્યારે આપણે ગાતા હોઈએ, બરાડા પાડતાં હોઈએ અથવા જોરથી શ્વાસ લેતાં હોઈએ ત્યારે આપણા મોમાંથી જંતુઓ નીકળતા હોય છે, તેનો ચેપ ફેલાય છે અને રોગચાળો રીતે શરૂ થાય છે.