ઈજિપ્તમાં 3000 વર્ષ જૂની એવન્યૂ ઓફ સ્ફિંક્સની પરેડની પરંપરા ફરી શરૂ કરી

November 27, 2021

 

ઈજિપ્ત દ્વારા 3,000 વર્ષ જૂની એવન્યૂ ઓફ સ્ફિંક્સથી પરેડની પરંપરા ફરી શરૂ કરવામાં આવી હતી. કોરોનાના કારણે જાહેરમાં અનેક પ્રતિબંધોના કારણે બંધ કરાયેલા આ ઐતિહાસિક પરંપરા ફરી શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા 1050 જૂના પૂતળાઓથી ગોઠવાયેલા આ પરેડ પથ ઉપર વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પારંપરિક નાચ-ગાન અને ઉત્સવ સાથે લોકો તેમાં જોડાયા હતા. અહીંયા દર વર્ષે ઊજવાતા ઓપેટ નામના ઉત્સવની પણ ઉજવણીની અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી.