રિયાનો ખેલ નાનો નથી, છેક ઈન્ટરનેશલ સુધી તાર અડે છે : NCB ચીફ

September 21, 2020

નવી દિલ્હી  : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં કેટલાય મહિનાઓ થઈ ગયા છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે. ત્યારે હાલમાં સૌથી વધારે ધ્યાન ડ્રગ્સ કનેક્શન પર દેવામાં આવી રહ્યું છે. એનસીબી હાલમાં આ એંગલ પર ગૂઢ તપાસ હાથ ધરી રહી છે. જ્યારથી જ સુશાંત કેસમાં એનસીબીની એન્ટ્રી થઈ ત્યારથી જ રોજ કોઈને કોઈ સેલેબ્રિટીનું નામ આ ડ્રગ્સ મામલે જોડાતું જોવા મળી રહ્યું છે. હવે આ બધા જ મામલા વચ્ચે રિયા ચક્રવર્તીના ઈન્ટરનેશનલ ડ્રગ્સ કનેક્શનનો ખુલાસો થયો છે.

એનસીબીના ચીફ રાકેશ અસ્થાનાએ પુરા કેસ વિશે માહિતી આપતા એક મેગેજીનને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. તેમાં તેણે જણાવ્યું હતું કે હાલમાં આ તપાસ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. એનસીબીની ટીમે આ કેસમાં ઘણા મોટા મોટા ખેલાડીઓને સકંજામાં લીધા છે. અને હજુ આગળ પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે. આ ચીફે આગળ વાત કરતાં દાવો કર્યો કે રિયાનું ડ્રગ્સ સિંડિકેટ નાનું નથી, એવું જાણવા મળ્યું છે કે દુબઈ અને આતંકી ગૃપોની જેમ ઈન્ટરનેશનલ લેવલ સુધી આ બધું કનેક્ટ છે. ચીફે એવું પણ કહ્યું કે ડ્રગ્સ રેવ પાર્ટી માટે લાવવામાં આવતું અને આ પૈસાનો ઉપયોગ નાર્કો-ટેરર માટે કરવામાં આવતો હતો.

આસ્થાએ જણાવ્યું એ પ્રમાણે વાત કરીએ તો ક્યૂરેટેડ મરિજુઓના બડ્સની કિંમત્ત 8 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આગળ એનસીવી ચીફે કહ્યું કે-આ બધા જ મામલામાં રિયાની ભાગીદારી વિશે અમે એટલું કહી શકીએ કે એના જેવા લોકોને અમે માફ ન કરી શકીએ. આ બધા જ યુવાનો માટે એક રોલ મોડેલની જેમ છે. તેણે કહ્યું કે બોલિવૂડમાં ડ્રગ્સ પાર્ટીની જાણકારી છે અને અમે બધા સબુત એકઠા કરીને જ કંઈક કાર્યવાહી કરશું.