રિકી પોન્ટિંગે અમ્પાયર સાથે ઝઘડો કર્યો!, ઋતુરાજે ઘૂંટણિયે પડી ધોનીની સલાહ લીધી

October 05, 2021

IPLમાં સોમવારે ટેબલ ટોપર્સ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીએ છેલ્લા 2 બોલ પહેલાં 3 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ મેચ દરમિયાન ચેન્નઈની બેટિંગ દરમિયાન ઋતુરાજે ઘૂંટણિયે પડી જાણે ધોનીની સલાહ માગી હોય એવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એની સાથે જ રિકી પોન્ટિંગ પણ અમ્પયાર સાથે જાણે ઉગ્ર ચર્ચા કરતો હોય એવો નજરે પડ્યો હતો.