બ્રિટનના વડાપ્રધાન બનવાનું ઋષિ સુનાકનું સપનું રોળાયું
September 10, 2022

ચૂંટણી ભલે બ્રિટનમાં હતી, પરંતુ ભારતમાં પણ તેની ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેનું કારણ હતું ઋષિ સુનકનું ભારતીય કનેક્શન. ભારતીય લોકો બ્રિટિશ ભારતીય નાગરિક સુનાકની જીતની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. સુનક ભારતના જાણીતા વ્યક્તિત્વ નારાયણ મૂર્તિ (ઈન્ફોસિસના સ્થાપક)ના જમાઈ છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની પસંદગીની પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થઈ હતી. તેમાં પાર્ટીના કુલ 1.66 લાખ સભ્યોએ ભાગ લીધો હતો. બ્રિટનના વડા પ્રધાન તરીકે બોરિસ જોનસને રાજીનામું આપ્યું તે પછી વડા પ્રધાન પદ માટે જે નેતાઓનાં નામો બોલાતાં હતાં તેમાં ભારતીય મૂળના ઋષિ સુનાકનું નામ મોખરે હતું, જ્યારે લિઝ ટૂસનું નામ છેક છેલ્લા નંબરે હતું. લિઝ ટ્સ એક મીડિયોકર નેતા છે, જ્યારે કષિ સુનાક વધુ બુદ્ધિશાળી, વધુ તેજરવી, વધુ ધનવાન અને વધુ કુશળ નેતા હતા. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના મતદારોને લાગ્યું કે લિઝ ટસ તેમના જેવા જણાય છે, જ્યારે ત્ઝષિ સુનાક કોઈ બીજી દુનિયામાંથી તેમની વચ્ચે આવી ચડ્યા હોય તેવું તેમને લાગતું હતું. આ કારણે જેમ જેમ પ્રચારની ઝુંબેશ આગળ વધતી ગઈ તેમ તેમ સુનાક પાછળ ધકેલાતા ગયા અને લિઝ ટૂસ આગળ આવતાં ગયાં. જ્યારે મતદાન થયું ત્યારે ક્ષિ સુનાક ૨૦,૦૦૦ મતથી હારી ગયા હતા. લિઝ ટૂૂસને કુલ મતદાનના ૫૪ ટકા મતો મળ્યા હતા. કદાય ત્રષિ સુનાક ભારતીય મૂળના છે તે હકીક્ત તેમને નડી ગઈ હતી. બ્રિટનના રૃઢીચુસ્ત પક્ષના નેતા તરીકે ચૂંટાવા માટે જ્યારે પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ત્યારે સુનાક તેમાં મોખરે હતા. પ્રારંભિક દિવસોમાં જેટલા પણ ઓપિનિયન પોલ યોજાયા તેમાં પણ સૌથી વધુ પોઈન્ટ સુનાકને મળ્યા હતા. પરંતુ પ્રચાર ઝુંબેશના ૬ સપ્તાહ પછી સ્થિતિ બદલાવા માંડી. તેમણે ઝુંબેશના છેલ્લા તબક્કામાં પાર્ટીના રૂઢિચૂસ્ત મતદારોને પોતાની તરફેણમાં ખેંચવામાં સફળતા હાંસલ કરી હતી, પણ તે ખૂબ મોડું હતું. બ્રિટનનું અર્થતંત્ર જ્યાર ભયંકર કટોકટીમાં સપડાયું છે અને ઉર્જાનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે બ્રિટનને સુનાક જેવા કુશળ આર્થિક નિષ્ણાતની અને વહીવટદારની જરૂર હતી, પણ બ્રિટનના મતદારો કાંઈક અલગ રીતે જ વિચારતા હતા. તેમને લિઝ ટૂસનો કરવેરામાં ઘટાડો કરવાનો વિચાર બહુ ગમી ગયો હતો.
કરવેરામાં ઘટાડા દ્વારા જે ગાબડું પડશે, તેને કેમ પૂરવામાં આવશે, તેનો વિચાર તેઓ કરતા નથી. સુનાકે પોતાની ચૂંટણી ઝુંબેશના પ્રારભમાં એક સ્માર્ટ વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં બ્રિટનના ઉત્થાન બાબતમાં તેમના વિચારો ખૂબ આકર્ષક ઢબે રજૂ કરવામાં આવ્યા હતા. બોરિસ જોનસને રાજીનામું આપ્યું તેના બીજા દિવસે જ “રેડીફોરરિષી’ નામનો વીડિયો રિલીઝ થયો હતો. આ નામની વેબસાઇટ પણ બહુ પહેલાં રજિસ્ટર થઈ હતી. તેમણે બોરિસ જોનસનની ટીકા કરીને તેમને રાજીનામું આપવા મજબૂર કર્યા, તેના ઘણા સમય પહેલાથી તેઓ વડા પ્રધાન પદે બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ઝુંબેશના પ્રથમ રાઉન્ડમાં તેમણે શાસક પક્ષના ૩૫૦ સંસદસભ્યોના જ દિલ જીતવાનાં હતાં. તે કામ આસાન હતું. તેમનો વીડિયો પણ તેમાં કામ લાગ્યો હતો, પણ તેમાં પર્સનલ ટચનો અભાવ હતો. સુનાકની પ્રચાર ઝુંબેશ હાઈ-ટેક અને હાઈ-પ્રોફાઈલ હતી, પણ તેને કારણે જ સંસદસભ્યો દૂર થતા ગયા હતા. પ્રથમ રાઉન્ડમાં તેમને ઘણા બધા સંસદસભ્યોના મતો મળ્યા, પણ તે ૫૦ ટકાથી ઓછા હતા. બીજા રાઉન્ડમાં પક્ષના સભ્યોમાં ઝુંબેશ કરવાની હતી, તેમાં કષિ સુનાકના મીડિયા મેનેજરો થાપ ખાઈ ગયા હતા. તેમણે તેમની તમામ તાકાત ઓનલાઈન કેમ્પેઇન પર કેન્દ્રિત કરી હતી, જ્યારે રૂઢિયુસ્ત પક્ષના બહુમતી મતદારો ગામડાંમાં રહે છે, જેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર બહુ નિર્ભર રહેતા નથી. કષિ સુનાક તરફ્થી આ મતદારોને રોજ મેસેજ કરવામાં આવતા હતા કે, તમારે આજે મારા વતી બે પક્ષસભ્યો સાથે વાતચીત કરવાની છે. આવા સંદશાઓ રૂઢિચુરત પક્ષના મતદારોને જરાય પ્રભાવિત કરી શક્યા નહોતા. તેઓ ઈમેઈલ અને સોશિયલ મીડિયામાં આવતા સંદેશા બહુ ગંભીરતાથી લેતા નથી. તેથી તેમના મનમાં છાપ ઊભી થઈ ગઈકે સુનાક આપણા જેવા નથી.
હાઈ-ટેક સોશિયલ મીડિયા કેમ્પેઇનને કારણે આ છાપ વધુ મજબૂત બની ગઈ હતી. સુનાકે જે રીતે કેમ્પેઇન ચલાવી તેનાથી તદન વિપરીત રીતે લિઝ ટુસે પ્રચાર કર્યો. તેમણે પોતાના મતદારોને રૂબરૂ મળવાનું અને તેમની સાથે ફોન પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. અખબારોમાં અને ટીવીમાં આવતા તેમના ઇન્ટરવ્યૂ જોઈને રૂઢિચુસ્ત પક્ષના મતદારોમાં ધારણા બંધાઈ ગઈ કે આ નેતા આપણા જેવાં જ મધ્યમ વર્ગીય છે. લિઝ ટૂસને બીજો ફાયદો એ થયો કે, વિદાય લઈ રહેલા વડા પ્રધાન બોરિસ જોનસને તેમને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. બોરિસ જોનસને ભલે રાજીનામું આપ્યું, પણ રૂઢિયુસ્ત પક્ષમાં તેમના ઘણા ટેકેદારો હતા. તેમને લાગ્યું કે સુનાકને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, જેનો લાભ લિઝ ટ્રેસને મળ્યો હતો. વળી તેઓ મહિલા હોવાને કારણે મહિલા મતદારોની સહાનુભૂતિ પણ તેમને મળી હતી. ઋષિ સુનાકને આ વાતનો ખ્યાલ આવતાં છેલ્લે છેલ્લે આવ્યો, તેમણે બોરિસ જોનસન સાથે સમાધાન કરવાની કોશિષ કરી હતી, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
બોરિસ જોનસને તેમનો ફોન જ ઉપાડ્યો નહોતો. બોરિસ જોનસને બદલો લીધો હતો. ત્રષિ સુનાકની પત્ની અક્ષતા નારાયણ મૂર્તિની પુત્રી છે અને તે ભારતીય નાગરિક છે, તે બાબત પણ સુનાકને નડી હતી. અક્ષતા પાસે ઇન્ફોસિસના અબજ ડોલરના શેરો છે, તે સાંભળીને જ બ્રિટીશરોની આંખો પહોળી થઈ જતી હતી.
બ્રિટનમાં વેલ્થ ટેક્સ ન ભરવો પડે તે માટે તેમણે બ્રિટનની નાગરિકતા સ્વીકારી નહોતી.
Related Articles
કોંગ્રેસમાં ફરી યાદવાસ્થળી રાજસ્થાન સરકાર સંકટમાં
કોંગ્રેસમાં ફરી યાદવાસ્થળી રાજસ્થાન સરકા...
Oct 01, 2022
પીઢ નેતા આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપને ફાયદો કરાવશે
પીઢ નેતા આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપ...
Sep 03, 2022
કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી થશે કે, કુલડીમાં ગોળ ભંગાશે
કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી થશે કે, કુ...
Sep 03, 2022
શ્રીલંકાના બંદરે ચીનના અદ્યતન જહાજની એન્ટ્રી, ભારત ચિંતાતૂર
શ્રીલંકાના બંદરે ચીનના અદ્યતન જહાજની એન્...
Aug 20, 2022
સલમાનનો આગામી ફિલ્મ 'ભાઈજાન'નો ફર્સ્ટ લૂક વાયરલ, એકટરે શેર કરી તસવીર
સલમાનનો આગામી ફિલ્મ 'ભાઈજાન'નો ફર્સ્ટ લૂ...
Aug 20, 2022
નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત, ચીન ફરી રઘવાયું
નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત, ચીન ફરી...
Aug 06, 2022
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023