બનાસકાંઠામાં સતત વધી રહેલું કોરોના સંક્રમણ : પાલનપુરના ગઢ ગામમાં 10 દિવસ સુધી લોકડાઉન જાહેર

September 22, 2020

બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ ઘટવાના બદલે સતત વધી રહ્યું છે, તો કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આમ પ્રતિદિન બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ વસણતી જાય છે. આમ આ વાઈરસ હવે બેકાબૂ બન્યો છે અને વણથંભ્યો રહ્યો છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ગઢ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બનાસકાંઠાના પાલનપુરમાં ગઢ ગામમાં ગ્રામપંચાયત દ્વારા 10 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. કોરોનાના વધતાં સંક્રમણને લઈને ગઢ ગ્રામ પંચાયત દ્વારા 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી લોકડાઉન જાહેર કરાયું છે. જેથી આ ગામમાં દૂધ ,કરીયાણા અને મેડીકલ સેવાઓ તેમજ લોકોની અવરજવર બપોરે 2 વાગ્યા સુધી જ થઈ શકશે. ગઢ ગામમાં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર લોકો સામે તંત્ર આકરી કાર્યવાહી કરશે.

બીજી બાજુ અમદાવાદના માણેકચોક વાસણ વેપારી એસોસિએશન દ્વારા એકા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણ બજાર સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. આજે 20 વેપારીઓને કોરોના પોઝિટિવ આવતા એસોસિએસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભીડના કારણે કોરોના સંક્રમણ વધવાની દહેશત પણ તંત્ર સેવી રહ્યું છે. જેથી 4 ઑક્ટોબર સુધી સાંજના 6 સુધી જ વાસણા બજાર ખુલ્લું રહેશે.