રિયાનો દાવોઃ સુશાંતે પહેલીવાર સારા અલી ખાનની સાથે ગાંજાનો હેવી ડોઝ લીધો હતો

September 21, 2020

'કેદારનાથ'ના શૂટિંગ સમયે આખો સેટ ગાંજો ફૂંકતો હતોઃ રિયાનો દાવો

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આ અઠવાડિયે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખંભાટા તથા રકુલ પ્રીત સિંહને નોટિસ મોકલશે. આ ચારેયની NCB પૂછપરછ કરશે. NCBનો દાવો છે કે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ આ ચારેયનાં નામ લીધાં હતાં.

- શા માટે રિયાએ આઠ જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યું?
નાર્કોટ્રિક્સ બ્યુરોને આપેલા નિવેદનમાં રિયાએ આઠ જૂનના રોજ તેનું ઘર કેમ છોડ્યું, એ અંગેની માહિતી પણ આપી હતી. NCBને આપેલા નિવેદનમાં રિયાએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ-એડિક્ટ બની ગયો હતો અને આમાંથી બહાર આવી શકતો નહોતો. આવું કહીને રિયાએ આઠ જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યું હતું. આ દરમિયાન લૉકડાઉન તથા સુશાંત પર લાગેલા MeTooના આક્ષેપોને ધ્યાનમાં લઈને રિયાએ વિચાર્યું કે જો સુશાંતની સાથે રહી તો તેની કરિયર પણ ખરાબ થઈ જશે, આથી જ તેણે સુશાંતને છોડવાનું નક્કી કર્યું.

- 'કેદારનાથ' બાદ સુશાંતે ડ્રગ્સની માત્રા વધારે લેવાનું શરૂ કર્યું
રિયાએ પોતાના સ્ટેટમેન્ટમાં સુશાંત તથા સારાની ડ્રગ્સ આદતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે 'કેદારનાથ' ફિલ્મ બાદ સુશાંતની ડ્રગ્સ લેવાની માત્રા વધી ગઈ હતી. સુશાંત 'કેદારનાથ' પહેલાં જ ડ્રગ્સ લેતો હતો. એવું નથી કે 'કેદારનાથ' વખતે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. પહેલાં તે બહુ જ લિમિટેડ માત્રામાં લેતો હતો. સુશાંત મુંબઈમાં આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેનું સર્કલ સુપર પાર્ટી કલ્ચરવાળું બન્યું હતું અને અહીં ડ્રગ્સનું ચલણ હતું, પરંતુ સુશાંત એડિક્ટેડ નહોતો.