અંકલેશ્વરમાં ફિલ્મને ટક્કર મારે તેવી લૂંટ:યુનિયન બેંકમાંથી ચાર બુકાનીધારી રૂ. 22.70 લાખ લૂંટી ભાગ્યા, પોલીસે પીછો કરતાં સામસામે ફાયરીંગ થયું, એક લૂંટારું ઘાયલ

August 05, 2022

અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખ્સોએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં તેમજ અન્ય એક રહીશે પોતોના મોબાઈલમાં કેદ કરી હતી. અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરે ત્રાટકેલા ચાર ઈસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી આ લૂંટારૂઓએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બે બાઇક લઈને આવેલા આ ચાર લૂંટારુઓ રૂપિયાના થેલાં ભરીને ભાગવા જતા બેંકનો સ્ટાફ તેમની પાછળ દોડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસ પણ આ લૂંટારુઓ પાછળ ભાગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર લૂંટની ઘટના બહાર રાહદારીઓએ તેમના મોબાઇલ ફોનમાં કેદ કરી લેતા લૂંટારુઓ જાહેર માર્ગ ઉપર ભાગતા નજરે પડી રહ્યા છે.