લોકોના ઘર પરના છાપરા ધડાધડ ઉડી ગયા : મુંબઇમાં ભારે વરસાદ

June 03, 2020

મુંબઇ : હવામાન વિભાગ (આઇએમડી) એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘નિસર્ગ’ નામના ચક્રવાતને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલ મહારાષ્ટ્રના તટીય વિસ્તારથી તોફાન નિસર્ગ ટકરાયું છે મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેજ હવા ચાલી રહી છે. દરિયામાં ઉંચા મોજાં ઉછશી રહ્યા છે. મુંબઇના શહેરી વિસ્તારમાં પણ તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. તો ઘણી જગ્યાએ ઝાડ પડી રહ્યા છે. હાલ મુંબઇની હાલત ખૂબ ખરાબ છે.