રશિયાએ નવ મહિનામાં યુક્રેન પર 4700થી વધુ મિસાઈલો છોડી, અનેક શહેરો બરબાદ

November 21, 2022

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે નવ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલેદિમિર ઝેલેન્સકીએ પોતાના દેશની તબાહીની વાર્તા સંભળાવતા દાવો કર્યો છે કે રશિયાએ નવ મહિનામાં 4700 થી વધુ મિસાઈલો છોડી છે. આ હુમલાઓમાં અનેક શહેરો નાશ પામ્યા છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રવિવારે જાહેર કરેલા એક વિડિયો સંબોધનમાં કહ્યું કે રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે મિસાઈલોનો ઉગ્ર ઉપયોગ કરી રહ્યું છે. રશિયાએ આ વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. છેલ્લા 270 દિવસમાં રશિયાએ 4,700થી વધુ મિસાઈલો છોડીને યુક્રેનને બરબાદ દેશમાં ફેરવી દીધું છે. યુદ્ધમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે.