રશિયન મીડિયાનો ભાંડાફોડ, પુતિનના કચરાવાળી સાથે હતા શારીરિક સંબંધ, મહિલા આજે કરોડોની માલિક

November 29, 2020

મુંબઈ :'રશિયન મીડિયા ના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ના એક મહિલા સફાઈ કર્મચારી સાથે સંબંધ છે. હવે આ મહિલા 700 કરોડ રૂપિયાથી વધુની માલિકન થઇ ચૂકી છે. જો કે સ્વતંત્ર રીતે આ રિપોર્ટની પુષ્ટિ થઇ નથી. પુતિનના પ્રવકતા એ આરોપોને ફગાવી દીધા છે.
મીડિયા રિપોર્ટના મતે સફાઈ કર્મચારી સાથે પુતિનના સંબંધથી એક પુત્રીનો પણ જન્મ થયો હતો. આ દીકરી હવે 17 વર્ષની થઈ ગઈ છે. આ રિપોર્ટને ધ મૉસ્કો ટાઇમ્સ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 68 વર્ષના પુતિનના સંબંધ સ્વેતલાના ક્રિવોનોગિખ નામની મહિલા સાથે રહ્યા છે. હવે આ મહિલા રશિયાના સેન્ટ પીટર્સબર્ગના પોશ વિસ્તારમાં રહે છે જે પુતિનના નજીકના લોકો માટે સલામત માનવામાં આવે છે.

રશિયન મીડિયાએ 17 વર્ષના એલિઝાવેતા ક્રિવોનોગિખને પુતિનની સિક્રેટ દીકરી ગણાવી છે. સગીર હોવાના લીધા એલિઝાવેતાના ચહેરાને બ્લર કરીને તસવીરોપ્રકાશિત કરી છે.