યુક્રેનની સ્કૂલમાં રશિયાની સેનાનો હુમલો, 2 મૃતદેહ મળ્યા, 60 લોકોના મોતની આશંકા

May 08, 2022

કીવઃ પૂર્વી યુક્રેનના લુહાન્સ્ક વિસ્તારમાં એક સ્કૂલમાં રશિયન સેનાએ બોમ્બ ધમાકો કર્યો છે. તેમાં 60 લોકોના મોત થવાની આશંકા છે. ગવર્નર સેરહી ગદાઈએ કહ્યુ કે, રશિયન સેનાએ શનિવારે બપોરે બિલોહોરીવકામાં સ્કૂલ પર એક બોમ્બ ફેંક્યો, જેથી ઇમારતમાં આગ લાગી હતી. અહીં લગભગ 90 લોકોએ શરણ લીધી હતી.

ગવર્નરે ટેલીગ્રામ મેસેજિંગ એપ પર લખ્યુ- આશરે ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવાયો, પછી કાટમાળ ગટાવવામાં આવ્યો. અહીં બે લોકોના મૃતદેહ મળ્યા છે. 30 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા, જેમાં સાત લોકોને ઈજા થઈ હતી. ઇમારતના કાટમાળની નીચે 60 લોકોના મોતની સંભાવના છે. 


તો રશિયાની સેનાએ શનિવારે દક્ષિણી યુક્રેનના ઓડેસા શહેરમાં ક્રૂઝ મિસાઇલો છોડી અને મારિયુપોલમાં એક સ્ટીલ પ્લાન્ટ પર પણ બોમ્બ ફેંક્યા હતા. વિજય દિવસ સમારોહ પહેલાં રશિયાને આ પોર્ટ પર કબજો કરવાની આશા છે. અધિકારીઓએ કહ્યું કે, પ્લાન્ટમાં બચેલી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ત્યાંથી કાઢવામાં આવ્યા છે પરંતુ યુક્રેનના જવાનો ત્યાં ફસાયેલા છે.