આખરે રશિયાની કોરોના વાયરસની વેક્સીનને ભારતમાં પરિક્ષણની અપાઈ મંજુરી

October 17, 2020

ભારતે કોરોના વાયરસ (Corona Virus)ને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રશિયા (Russia)ની કોરોના વેક્સીન (Corona Vaccine) Sputnik-Vને દેશમાં મોટા પાયે અભ્યાસ કરવાની ટ્રાયલને મંજુરી આપી દીધી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ ડો રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડ (Reddy’s Laboratories Limited)ને દેશમાં રશિયાની વેક્સિનની અસર જાણવા માટે મોટા પાયા પર ટ્રાયલના પ્રસ્તાવને સ્વીકાર કરી દીધો છે.


રશિયામાં આ વેક્સીનનો નાના પાયે જ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તુરંત જ તેને મંજુરી આપવામાં આવી હતી. જેથી Sputnik-V ની સુરક્ષા ચિંતાનું કારણ છે. માટે જ ડો રેડ્ડીને ભારતમાં તુલનાત્મક રૂપે મોટા પાયે લોકો પર તેની ટ્રાયલ કરવાને મંજૂરી નહોતી આપવામાં આવી.

ડૉ, રેડ્ડીઝ અને રશિયા ડાયરેક્ટર ઇનવેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) દ્વારા જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ એક બહુ-કેન્દ્રીય અને નિયંત્રિત અભ્યાસ હશે, જેમાં સુરક્ષા અને રોગપ્રતિકારક અભ્યાસ સામેલ થશે.  કારણ કે રશિયામાં રસીના તરીકે રજીસ્ટ્રડ થતા પહેલા Sputnik-Vની ટ્રાયલ ખુબ ઓછા લોકો પર કરવામાં આવી હતી, તેથી DCGIએ ડો રેડ્ડાના ભારતમાં મોટી વસ્તુ પર ટ્રાયલના પ્રારંભિક પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા હતા. વર્તમાનમાં Sputnik-V 40,000 લોકો પર ટ્રાયલ બાદ રજીસ્ટ્રેશન તબક્કો 3 પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યો છે.