કેનેડાની એરલાઈન્સ દ્વારા સેવાની વૃદ્ધિ માટે સુરક્ષાના ધારાધોરણો વધુ સરળ બનાવાશે

June 23, 2020

ટોરન્ટો : કોવિડ - ૧૯ને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને પગલે કેનેડાની એરલાઈન ઈન્ડસ્ટ્રી એક તરફ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ત્યારે ફરીથી વિમાનો ઉડાડવા માટે તેમણે વધુ ખર્ચાળ બાહેંધરીઓ આપવી પડશે એવા સંકેતો મળી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા કેનેડામાં લો કોસ્ટ ડોમેસ્ટીક સેવાઓ શરૂ કરનારી ફલેર એરલાઈન્સ આગામી જુલાઈથી ઘણાં નવા રૂટ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આમ છતાં પણ ઘણાં કેનેડીયનો એરલાઈન્સના વિમાનમાં પ્રવાસ કરતા ખંચકાઈ રહ્યા છે. એટલે એરલાઈન્સે વધારાના સુરક્ષા પ્રબંધો કરવા પડશે. જેથી ઈન્ડસ્ટ્રી ફરીથી બેઠી થઈ શકશે, એમ ફલેરના સીઈઓ જિમ સ્કોટે જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યુંં હતું કે, વાત જો કે પહેલા મરઘી કે પહેલા ઈંડુ જેવી છે. જો તમે પ્રવાસીઓને આકર્ષવા માંગતા હો તો ફલાઈટ શરૂ કરવી પડશે અને જો તમે ફલાઈટ શરૂ કરો પણ પ્રવાસીઓ નહીં મળે તો પણ તમારે ફલાઈટ ઉડાડવી પડેએમાં તમને ખોટ પણ જઈ શકે છેમીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુંં હતું કે, હાલની સ્થિતિમાં એરલાઈન ચલાવવી માત્ર અનુમાનના આધારે આગળ વધવા જેવું છે. કેટલો એર ટ્રાફિક મળશે એનું અનુમાન સાચુ પડે તો ઈન્ડસ્ટ્રી ટકી શકશે.

જો અનુમાન ખોટું પડે તો અમારે મોટી ખોટ સહન કરવાનો પણ વારો આવી શકે છે. કંપનીએ અત્યારે તો કોવિડ -૧૯ને કારણે સર્જાયેલા સંજોગોમાં પચાસ ટકા સ્ટાફને જવા દીધો છે.

બીજી એરલાઈન્સની સ્થિતિ પણ એવી છે. એર કેનેડાએ મે માસમાં જાહેર કરી દીધું હતું કે, પચાસથી સાંઈઠ ટકા સ્ટાફને છૂટા કરી દેવાશે. જયારે વેસ્ટજેટ કંપનીએ પોતાના ૧૪ હજારના સ્ટાફ પૈકી અડધોઅડધ સ્ટાફને છૂટો કરી દીધો હતો. જો કે, ફલેરે સ્ટાફને જાળવી રાખ્યો છે. જેનો પગાર ચુકવવાનો બોજો વધારે છે. પણ સરકાર તરફથી મળનારી વેજ સબસીડીનો લાભ લઈને તેણે સ્ટાફ જાળવી રાખ્યો છે.

જો કે, મોટા વિમાનોનું ઉડ્ડયન હજુ આવી આર્થિક મદદ માટે લાયક ગણાય છે કે નહીં સ્પષ્ટ નથી. કેનેડાની એરલાઈન્સે પોતાની ૯૦ ટકા ફલાઈટસ રદ કરવી પડી હોવાથી ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. જયારે ફલેર પોતાની ક્ષમતાથી ૩૦ ટકા ફલાઈટસ ચલાવવા તૈયાર છે. એર ટ્રાન્સેટે જણાવ્યું હતું કે તે ર૩મી જુનથી બે ડઝન જેટલી ઈન્ટરનેશનલ ફલાઈટસ પણ શરૂ કરવા માંગે છે. રીતે એર કેનેડા પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટસ શરૂ કરવા માંગે છે. જો કે, એને માટે બધી એરલાઈન્સે સુરક્ષાના વધુ પ્રબંધો પાછળનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે.