કેસર શ્રીખંડ

September 06, 2022

સામગ્રી

  • 1 લીટર દૂધ
  • 50 ગ્રામ દહીં મોળું
  • 200 ગ્રામ ખાંડ
  • 1 ચમચી જાયફળ પાવડર
  • 5 ગ્રામ ચારોળી
  • કેસરના તાંતણા
  • એલચી

રીત
સૌ પ્રથમ દૂધને ગરમ કરો. હવે એક કપમાં થોડું દૂધ લઈ તેમાં કેસર ઓગાળી આ દૂધ સમગ્ર દૂધમાં મિક્સ કરો. દૂધ એકદમ ઠંડું થાય કે તેમાં બે ચમચી દહીં ઉમેરી દો. હવે આ દૂધને ગાળી લો. પછી બધું દહી દૂધમાં નાંખી દો. જો તમે રાતે આવું કરશો તો સવાર સુધી દહીં તૈયાર થશે. હવે એક થાળી પર કોટન કપડું પાથરો અને ઉપરથી દહીં રેડી દો. ધીરે ધીરે દહીમાં રહેલું પાણી નીકળી જશે લગભગ એક કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય. હવે કપડાંને દહી સાથે ઉંચકી લો અને દહીંને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીંને મસકો કહે છે. હવે આ મિશ્રણમાં ખાંડ નાંખી મિક્સ કરો. ખાંડ ઓગળી જાય કે તેને ઝીણા કપડાં વડે ગાળી લો. ઉપરથી એલચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી નાંખી હલાવો. હવે શ્રીખંડને ઠંડું કરવા મૂકો. તૈયાર ટેસ્ટી શ્રીખંડને ગરમા-ગરમ પૂરી સાથે પરોસો.