અયોધ્યામાં શિલાન્યાસના કાર્યક્રમમાં નડિયાદ, વડતાલના સંતોને નિમંત્રણ મળ્યું

August 04, 2020

નડિયાદ- શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં આગામી તા.૫ ઓગસ્ટના ના રોજ શિલાન્યાસ વિધિમાં  ખેડા જિલ્લામાંથી નડિયાદ અને વડતાલ મંદિરના સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.


રામ જન્મભૂમિ અયોધ્યામાં તા.૫ ઓગસ્ટના રોજ શિલાન્ય વિધિ કરવામાં આવનાર છે.આ પ્રસંગે ખેડા સુપ્રસિધ્ધ યાત્રાઘામ વડતાલના નૌતમ સ્વામિને અને નડિયાદના સંતરામ મંદિરના રામદાસજી મહારાજને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં આગામી તા.૫ ઓગસ્ટના  રોજ દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રામ મંદિરના નિર્માણનુ શિલાન્યાસ કરવામાં આવશે.આ ઐતિહાસિક પ્રસંગમાં ખેડા જિલ્લાના સુપ્રસિધ્દ યાત્રાઘામ વડતાલ અને નડિયાદ મંદિરને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.