સલમાન રશ્દી એક આંખ ગુમાવવાની આરે, છરી લાગવાથી લીવર ડેમેજ

August 13, 2022

ન્યૂયોર્કઃ અંગ્રેજી ભાષાના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર હુમલામાં તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. સલમાન રશ્દીના એજન્ટ એન્ડ્ર્યૂ વાયલીએ જણાવ્યુ કે તેમની સ્થિતિ ઠીક નથી. તે વેન્ટિલેટર પર છે અને હાલ બોલી શકતા નથી. તેમણે જણાવ્યું કે સલમાન રશ્દી પોતાની એક આંખ ગુમાવી શકે છે. તેમણે જણાવ્યું કે રશ્દીની ડાબી આંખની નસ કપાઈ ગઈ છે. તેમને ગંભીર ઈજા થઈ છે. તો ચાકૂનો વાર તેમના લિવર પર વાગ્યો છે. તેમનું લિવર પણ ખરાબ થઈ ગયું છે. 


આ પહેલા અમેરિકાના ન્યૂયોર્ક પ્રાંતના ગવર્નર કૈથી હોચુલે કહ્યું હતું કે રશ્દી વેન્ટિલેટર પર છે. તેમને હેલીકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે અને અધિકારી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે હોસ્પિટલમાં તેમની સર્જરી થઈ છે. પરંતુ અન્ય જાણકારી હજુ સામે આવી નથી. તે આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી લેવામાં આવી છે.

મુંબઈમાં જન્મેલા અને બુકર પુરસ્કારથી સન્માનિત રશ્દી (75) પશ્ચિમી ન્યૂયોર્કના ચૌટાઉક્કા સંસ્થામાં શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન પોતાનું વ્યાખ્યાન શરૂ કરવાના હતા ત્યારે એક વ્યક્તિ મંચ તરફ આવ્યો અને રશ્દી પર ચાકુથી હુમલો કરી દીધો. રશ્દીના ગળા પર ઈજા થઈ છે. તે સમયે કાર્યક્રમમાં તેમનો પરિચય આપવામાં આવી રહ્યો હતો. 


હુમલા બાદ રશ્દી મંચ પર પડી ગયા અને તેમના હાથમાં લોહી જોવા મળ્યું હતું. ત્યાં હાજર લોકોએ હુમલો કરનારને ઝડપી લીધો હતો. રશ્દીને મંચ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. કૈથી હોચુલે કહ્યું કે સલમાન રશ્દી ઘણા દાયકા સુધી સત્તાધારીઓની સામે સત્ય બોલતા આવ્યા છે.