સલમાન રશ્દીની સ્થિતિ નાજૂક:લેખકને વેન્ટીલેટર પર રાખ્યા છે, બોલી નથી શકતા; એક આંખની રોશની જવાની શક્યતા

August 13, 2022

ન્યૂયોર્ક : ન્યૂયોર્કમાં થયેલા જીવલેણ હુમલા પછી છેલ્લાં 12 કલાકથી ભારતીય મૂળના બ્રિટિશ-અમેરિકન લેખક સલમાન રશ્દી વેન્ટીલેટર પર છે. તેમની સ્થિતિ નાજૂક દર્શાવવામાં આવી છે. રશ્દીના એજન્ટ એન્ડ્રુ યીલે જણાવ્યું કે, તેઓ બિલકૂલ બોલી નથી શકતા અને તેમની એક આંખ પણ જઈ શકે છે. તેમના લિવરમાં પણ ગંભીર ઈજા થઈ છે. તે સાથે જ હાથની નસ પણ કાપવામાં આવી છે.

શુક્રવારે રશ્દીના એક લાઈવ કાર્યક્રમ દરમિયાન 24 વર્ષના હાદી માતરે તેમના પર હુમલો કર્યો છે. માતરે તેમના ગળામાં 10-15 વાર ચપ્પાથી હુમલો કર્યો છે. ત્યારપછી રશ્દીને એરલિફ્ટ કરીને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના ડોક્ટરે અમેરિકન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, રશ્દીના ગળા અને પેટ પર ચપ્પાના ઘણાં ઘા છે, હવે તેમની સર્જરી કરવામાં આવી છે.

33 વર્ષ પહેલાં ઈરાનના ધાર્મિક નેતાએ એક ફતવો જાહેર કર્યો હતો. સલમાન મુસ્લિમ પરંપરાઓ પર લખેલા ઉપન્યાસ 'ધી સૈટેનિક વર્સેસ'ના કારણે હંમેશા વિવાદમાં રહ્યા હતા. ઈરાનના ધાર્મિક નેતા અયાતુલ્લા ખોમૌનીએ 1989માં તેમના વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો. આ હુમલાને તેની સાથે જ જોડીને જોવામાં આવે છે. જોકે ઈરાનના એક ડિપ્લોમેટે કહ્યું છે કે, અમારે આ હુમલા સાથે કોઈ લેવા દેવા નથી.