એક વર્ષથી એક્ટિંગથી દૂર સામંથાએ રક્તબ્રહ્માંડનું શૂટિંગ શરુ કર્યું

September 21, 2024

મુંબઇ : સામંથા રુથ પ્રભુ આખરે લાંબા વિરામ બાદ સેટ પર પાછી ફરી છે. તેણે વેબ સીરિઝ 'રક્તબ્રહ્માંડ'નું શૂટિંગ શરુ કર્યું છે. ઓટો ઈમ્યુન બીમારી પછી સામંથાએ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે લાંબા સમય પછી તેણે કામ શરુ કર્યું છે. સામંથાએ તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, શમણાં જોવાના કદી બંધ કરશો નહીં. હું લાબા સમય પછી  સેટ પર પાછી ફરી છું  અને બહુ ખુશી અનુભવી રહું છું. આ સીરિઝમાં સામંથાના સહ કલાકારોમાં અલી ફઝલ, આદિત્ય રોય કપૂર અને વામિકા ગબ્બીનો સમાવેશ થાય છે. છ એપિસોડની સીરિઝનું દિગ્દર્શન રાજ અને ડીકેએ કર્યું છે.