સમોસા

July 26, 2022

સામગ્રી

 • 2 કપ મેંદો
 • 2 મોટા ચમચા ઘી
 • 1 કપ પાણી
 • 1 ચપટી અજમો

ફીલિંગ માટે સામગ્રી

 • 1 કપ બાફેલા બટાકા
 • 1/2 કપ બાફેલા વટાણા
 • 1 બારીક સુધારેલી ડુંગળી
 • લીલા મરચા અને કોથમીર
 • 1 નાની ચમચી મીઠું
 • 1 ચપટી હળદર
 • 1 નાની ચમચી ગરમ મસાલો
 • 1 નાની ચમચી ચાટ મસાલો

આ રીતે તૈયાર કરો સમોસાનો લોટ
મેંદાને પહેલા ચાળી લો અને તેમાં ઘી અને રિફાઈન્ડ તેલ મિક્સ કરો. અજમો અને મીઠું ઉમેરીને તેનો સોફ્ટ લોટ તેયાર કરો. તમે તેને રોટલીના લોટથી થોડો કડક અને પૂરીના લોટથી થોડો ઢીલો બાંધી શકો છો. આ પછી લોટને 15 મિનિટ માટે સેટ થવા રહેવા દો. મોણ ઉમેરીને તેને ફરીથી એકવાર બાંધો. તેનાથી સમોસા ક્રિસ્પી બનશે અને તેમાં તેલ પણ ભરાશે નહીં.

કેવી રીતે તૈયાર કરશો મસાલો
સૌ પહેલા કઢાઈમાં તેલ ઉમેરો અને ડુંગળીને સામાન્ય બ્રાઉન થવા દો. તેમાં મસાલા અને બટાકા તથા વટાણા ઉમેરો અને ફીલિંગ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે મસાલો તીખો ન થાય અને સાથે તે વધારે સૂકો પણ ન રહે. તે સૂકો રહેશે તો ભરતી સમયે ફેલાઈ જશે.

કેવી રીતે બનાવશો સમોસા
સૌ પહેલા તો રોટલીની જેમ લૂઓ લઈને તેને વણી લો. તેને વચ્ચેથી કાપો. આ પછી અડધી રોટલીમાં ફિલિંગ ભરો અને ત્રિકોણ શેપ આપીને રોટલીને ફોલ્ડ કરો. કિનારીઓ બંધ થવામાં થોડું સૂકાપણું લાગે તો કિનારીઓ પર પાણી લગાવીને તેને ચોંટાડો. આ પછી તેલ ગરમ કરો અને તેને ફ્રાય કરો. જ્યારે તે ગોલ્ડન કલરના થાય ત્યારે તેને કાઢી લો. આ સમોસાને તમે આમલીની ચટણી કે તીખી ચટણી સાથે સર્વ કરી શકશો.

ટિપ્સ
સમોસા તળવામાં વધારે સમય લે તો ધીરજ રાખો. સ્લો ગેસ પર તેને તળો. તેનાથી તે ક્રિસ્પી બનશે. ધીમા ગેસથી તળવાથી અંદરનું લેયર પણ સારી રીતે ફ્રાય થઈ જાય છે.