સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકને થયો અકસ્માત, ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ સ્પોર્ટ્સ કાર

January 12, 2021

લાહોર  : પાકિસ્તાન ના પૂર્વ કેપ્ટન અને ઑલરાઉન્ડર શોએબ મલિક ની સાથે રવિવાર રાત્રે મોટો અકસ્માત થયો. લાહોરમાં શોએબ મલિકની કારનો એક્સિડન્ટ થઈ ગયો. મલિકની કાર રોડસાઇડે ઉભેલા ટ્રક સાથે ટકરાઈ. અકસ્માત બાદ મલિકની કારને નુકસાન પણ થયું, પરંતુ શોએબ મલિક સુરક્ષિત છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક સુપર લીગના પ્લેયર ડ્રાફ્ટ કાર્યક્રમથી ઘરે જઈ રહ્યો હતો અને કેટલાક અંતર પર જ નેશનલ હાઈ પરફોર્મન્સ સેન્ટર પાસે તેની કાર ટ્રક સાથે ટકરાઈ ગઈ.

સમાચાર શોએબ મલિકની સ્પોર્ટ્સ કારની ગતિ ઘણી વધારે હતી. સારા સમાચાર એ છે કે શોએબ મલિકને વધારે ગંભીર ઈજા નથી થઈ. જો કે તેની સ્પોર્ટ્સ કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવીની સમાચારો પ્રમાણે શોએબ મલિક રેસ કરવાના કારણે અકસ્માતનો શિકાર બન્યો. સમા ટીવીની રિપોર્ટરે જાણકારી આપી કે, મલિક જ્યારે પીએસએલ ડ્રાફ્ટમાં ભાગ લેવા પોતાની કારથી પહોંચ્યો તો તેની ઘણી ચર્ચા થઈ રહી હતી. મોહમ્મદ આમિર અને બાબર આઝમે પણ તેની કારની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમ ખત્મ કર્યા બાદ વહાબ રિયાઝ અને શોએબ મલિક પોત-પોતાની કારમાં ઘર માટે નીકળ્યા અને આ દરમિયાન તેમની વચ્ચે રેસ લાગી. આ રેસમાં પછી શોએબ મલિકની કાર અચાનક સ્લિપ ખાઈ ગઈ અને તે 3-4 કારોને ટક્કર મારતા રેસ્ટોરન્ટ પાસે ઉભેલા ટ્રક સાથે ટકરાઈ. અકસ્માત બાદ વહાબ રિયાઝ પોતાની ગાડીથી શોએબ મલિકને લાહોર પરફૉર્મન્સ સેન્ટર લઈ ગયો. શોએબ મલિકને વધારે ઈજા નહોતી થઈ, પરંતુ તે ગભરાયેલો જોવા મળી રહ્યો હતો.