પ્રેમ લગ્નનો સ્વીકાર કરવા સાસરિયાઓએ 25 લાખ દહેજ માંગ્યુ ઃ ગુજરાતી અભિનેત્રીનો આરોપ

January 31, 2020

ગાંધીનગર ઃ ગુજરાતી ફિલ્મ જગતની હિરોઈનને પોતાના જ પતિ દ્વારા ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અભિનેત્રીને એક્ટર પતિએ 25 લાખનું દહેજ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે મહિલા ક્રાઈમે અરજીના આધારે તપાસ કર્યા બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદી પક્ષે તેમની પાસે રહેલા યોગ્ય પુરાવા પણ પોલીસને સોંપ્યા છે.


મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ ‘લવારી’થી ફિલ્મ જગતમાં ખ્યાતી મેળવનાર લક્ષ્મી ઉર્ફે એશ્વર્યા દુસાને નામની મોડેલે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લક્ષ્મીએ નોંધાવેલી ફરિયાદમાં તેના પતિ સંજીત પુરી ઉપરાંત સાસુ-સસરાના નામનો ઉલ્લેખ છે. એક્ટરે ફરિયાદ નોંધાવી છે કે, પ્રેમ લગ્ન બાદ સાસુ અને સસરાએ લગ્નને સ્વીકાર્યા ન હતા. ઉપરાંત લગ્નના સ્વીકાર માટે 25 લાખ રૂપિયાના દહેજની માંગ કરી હતી. તેમ છતા સાસરિયાં ‘તું અમારા પુત્રને લાયક નથી’ તેમ કહી તરછોડી દીધી હતી.