સેક્સમાં સંતોષ જ નથી મળતો, શું કરવું જોઈએ?

May 05, 2021

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૧૯ વર્ષની છે, મારી સામે એક છોકરી રહે છે, તેને જોવાનું મને ખૂબ મન થાય છે. કોઇ ન હોય ત્યારે હું અને તે બંને એકબીજા સામે જોઇએ છીએ, મેં એક વાર હિંમત કરીને તેનો નંબર માંગ્યો હતો, તેણે મને નંબર આપ્યો અને અમે વોટ્સએપ ફ્રેન્ડ્સ બની ગયાં. જોકે અમારે બહુ વાતો નથી થતી, પણ હું ગૂડ મોર્નિંગના મેસેજીસ કરું છું. સામે તેનો જવાબ આવે છે. અને બીજી વાત તે રોજ તેના વોટ્સએપના ફોટા બદલતી રહેતી હોય છે. તો શું તે મને બતાવવા ફોટા બદલતી હશે? હું ઘણી વાર તેના ફોટા જોઇને માસ્ટરબેટ કરું છું. મને તેમ કરવું ખૂબ ગમે છે. મારે એ પણ જાણવું છે કે આમ કરવાથી કોઇ સમસ્યા તો નહીં થાયને?

જવાબ : માસ્ટરબેશનથી કોઇ તકલીફ નથી થતી. પણ તે છોકરી રોજ તેના વોટ્સએપ ડી.પીના ફોટા બદલતી હોય તેનો મતલબ એ નથી કરે તે તમને બતાવવા એવું કરતી હોય. માટે આવી ખોટી ધારણા ન બાંધશો. તેને તમે ગમતા હશો તો તે તમારી સાથે વધારે ચેટ કરવામાં રસ દાખવશે, જો તે આમ ન કરતી હોય તો ખોટી ધારણા ન બાંધવી. વળી આ સમય કરિયર અને ભણતર ઉપર ફોકસ કરવાનો છે, માટે તેની ઉપર વધારે ધ્યાન આપો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા પતિની ઉંમર ૩૦ વર્ષ છે. અમારે બે બાળકો છે, કોણ જાણે કેમ પણ મને મારા પતિ સાથે સેક્સમાં મજા જ નથી આવતી. પહેલેથી જ આવું છે. મારા બોયફ્રેન્ડ સાથે સેક્સ કરું છું તો ખૂબ મજા આવે છે. હું બોયફ્રેન્ડ સાથે સેક્સ ન કરવાનું વિચારું અને પતિ પાસે જ સંતુષ્ટ રહેવાનું વિચારું પણ શું કરું મને પતિ સાથે સેક્સમાં સંતોષ જ નથી થતો. મારા પતિને પણ આ વાતની ખબર છે. મારે શું કરવું જોઇએ?

જવાબ : તમારા પતિને આ વાતની જાણ હોવા છતાં તે તમને કશું નથી કહેતા તે સારી બાબત છે, પણ આ રીતે લગ્ન બાદ પણ બીજા સાથે સંબંધ બનાવવો યોગ્ય નથી. તમે તમારા પતિ સાથે અલગ અલગ રીત અપનાવીને સંભોગ કરો, તેમની સાથે માનસિક રીતે એટેચ થશો તો જ તમને સેક્સમાં મજા આવશે. જો માનસિક એટેચમેન્ટ નહીં હોય તો શારીરિક એટેચમેન્ટ નહીં જ થઇ શકે. માટે બીજા સાથે સંભોગ કરવાને બદલે પતિ સાથે અલગ અલગ રીત અપનાવી સેક્સ કરો. વળી બીજાના સંપર્કમાં હશો તો મનમાં સતત તુલના ચાલતી રહેશે, આ તુલના પણ તમને પતિ સાથે મજા નહીં આવવા દે. માટે બીજી વ્યક્તિને ભૂલી જાવ.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૬ વર્ષ છે. લગ્નને બે વર્ષ થવા આવ્યાં છે, મને પી.સી.ઓ.ડીની સમસ્યા છે. મને ખ્યાલ છે કે આ સમસ્યાને કારણે ગર્ભ રહેવામાં તકલીફ થતી હોય છે. મારે માસિક અનિયમિત છે. દવા લઉં તો જ માસિક આવે છે. આ સંજોગોમાં મારે ગર્ભ પ્લાન વહેલા કરવો જોઇએ કે નહીં? મારા પતિ હજી બે વર્ષ પછી બાળક વિશે વિચારવાનું કહે છે, પણ મને ડર લાગે છે કે પછી ગર્ભ રહેવામાં સમસ્યા થશે તો?

જવાબ : પી.સી.ઓ.ડીની સમસ્યા થાય એટલે ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય છે. ડોક્ટર આ અંગે ચેકઅપ કરીને હોર્મોનલ કંટ્રોલની દવા આપી માસિક નોર્મલ કરતાં હોય છે, માસિક નોર્મલ કરવાની દવાની સાથે સાથે ગર્ભ રહે તે માટે પણ અમુક ટ્રીટમેન્ટ ચાલુ કરતાં હોય છે. પણ જો તમારે બે વર્ષ બાદ ગર્ભ રાખવો હોય તો હાલ પી.સી.ઓ.ડીની સમસ્યામાંથી છુટકારો મળે એવી દવા શરૂ કરી દો. વળી એક વાર ગાયનેકને બતાવીને તેમની સલાહ લઇ જુઓ. તે તમારું ચેકઅપ કરીને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.