મહંત સ્વામી મહારાજ લિખિત સત્સંગ દિક્ષા નું કેનેડામાં વિમોચન

October 17, 2020

  • સંસ્કૃત, અંગ્રેજી, હિંદી અને અન્ય ભાષાઓમાં ગુજરાતી ગ્રથનું અનુવાદ
  • વિશેષ પૂજા અને આરતી બાદ સ્વામીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા

ટોરન્ટો : બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરૂ અને ટોરન્ટો સ્થિત બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના પ્રેરણાસ્ત્રોત મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દિક્ષાનો વિમોચન સમારંભ શનિવાર, ૩જી ઓકટોબર ર૦ર૦ના રોજ યોજાયો હતો. જેમાં ર૦૦૦થી વધુ પરિવારો અને ૩૦૦ આંતર રાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો પર આધારિત ગ્રંથ સત્સંગ દિક્ષામાં માનવના દૈનિક જીવનમાં ફિલોસોફીના સિધ્ધાંતોનો અમલ કેટલી શ્રધ્ધાથી થઈ શકે એનું સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છેમહંત સ્વામી મહારાજે ગુજરાતી ભાષામાં ગ્રંથની રચના કરી છે. જેમાં અક્ષર પૂરૂષોત્તમ સંહિતાના અલગ અલગ ખંડોની રચના કરી છે ગ્રંથ અનુયાયીઓને એકાંતિક ધર્મને કઈ રીતે અનુસરવો એની સમજ આપે છે અને એનું આચરણ કરવાથી ભગવાનના કેવા આશિષ પ્રાપ્ત થાય છે એનું વર્ણન ૩૧પ શ્લોકોમાં કરવામાં આવ્યું છેજેનો સંસ્કૃત, અંગ્રેજી, હિંદી અને અન્ય ભાષાઓમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. દરેક ભકત એનું દૈનિક પઠન કરી શકે છે. ટોરન્ટો સ્થિત બાપ્સ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા વિમોચન સમારંભનું જિવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેથી ભકતો ઘરે બેઠા એમાં શામેલ થઈ શકેસમારંભના આરંભે વિડીયોથી ઓળખવિધિ થઈ હતી. ત્યારબાદ ' સત્સંગ દિક્ષા'ની  વિશેષ પુજા અને આરતી થઈ હતીપુજય સ્વાઓએ સત્સંગ દિક્ષા વિશેના મંતવ્યો રજુ કર્યા હતા અને વરિષ્ઠ સ્વામીઓએ આશિર્વચન પાઠવ્યા હતા.