આજે રાતે 8 વાગે શનિ કુંભ રાશિમાં ગોચર કરશે

January 17, 2023

વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી ધીમા ગ્રહનો દરજ્જો પ્રાપ્ત છે. શનિ એક રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષ લે છે. શનિને કર્મ અને લાભ ભાવનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યાં જ તે રાજનીતિ, રહસ્ય, ખોદકામ, તંત્ર, ગુપ્ત વિદ્યાઓ, તેલ, ખનિજના કારક કહેવામાં આવે છે. રાજનીતિમાં શનિને જનતાનો કારક કહેવામાં આવે છે. શનિદેવની કૃપા વિના કોઈપણ વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે નહીં. 17 જાન્યુઆરી 2023ના રોજ રાતે 8 વાગે શનિદેવ 30 વર્ષ પછી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. 

શનિનું આ રાશિ પરિવર્તન બધી જ બારેય રાશિ ઉપર અસર કરશે. શનિ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે થોડી રાશિઓ શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્ત થઈ જશે. ત્યાં જ અમુક રાશિઓ સાડાસાતી અને ઢૈયાના પ્રભાવમાં આવી જશે. શનિના ગોચરના લીધે 2023 થી 2025 સુધીનો સૌથી મુશ્કેલ સમય કુંભ રાશિના લોકો માટે રહેશે. ત્યાં જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પણ શનિથી પીડિત રહેશે.

આ રાશિના જાતકો માટે શનિ દશમ અને લાભ ભાવના સ્વામી હોય છે. શનિ આ વર્ષે લાભ સ્થાને જ ગોચર કરશે. અગિયારમાં ભાવમાં શનિ ખૂબ જ શુભ ફળ આપનાર રહેશે. શનિની દૃષ્ટિ તમારા લગ્ન, પાંચમા અને આઠમાં ભાવ ઉપર પડી રહી છે. શનિદેવની કૃપાથી હવે તમે તમારું પોતાનું કામ શરૂ કરવામાં સક્ષમ રહેશો. તમારા પિતા તરફથી હવે તમને મદદ મળશે અને તમારું ભાગ્ય તમને સાથ આપશે. આ સમયે તમે નવી ઊર્જાથી ઓતપ્રોત રહેશો. તમારા જે પણ કામ અટવાયેલાં હતાં હવે તેમાં ગતિ આવશે. આ ગોચરના કારણે વેપારી વર્ગને નફો થશે અને તમારી આવકના એકથી વધારે સ્ત્રોત ખુલશે. મિત્ર પણ આ સમયે તમને મદદ કરશે. સંતાન પક્ષ તરફથી તમને સારો સહયોગ મળશે અને સંતાનની સફળતા ઉપર તમને ગર્વ થશે. શનિદેવની કૃપાથી તમને ગુપ્ત વિદ્યામાં રસ વધી શકે છે. તમે રહસ્યોની દુનિયા પ્રત્યે આકર્ષિત થઈ શકો છો. જેમાં થોડાં વર્ષોમાં તમને સફળતા પણ મળશે.

આ રાશિના જાતકો માટે શનિ પરમ રાજયોગકારક કહેવામાં આવે છે. શનિ ભાગ્ય અને દશમ ભાવના સ્વામી થઈને હવે દશમ ભાવમાં જ ગોચર કરશે. તમારી મૂળ ત્રિકોણ રાશિમાં આવીને શનિ ખૂબ જ બળવાન થઈ જાય છે. આ ગોચરથી વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય બદલવાનું છે. શનિની દૃષ્ટિ બારમા, ચોથા અને સાતમા ભાવ ઉપર પડી રહી છે. શનિની કૃપાથી વૃષભ રાશિના જાતક આવતાં થોડાં વર્ષોમાં કાર્યસ્થળે ઉચ્ચ પદ પ્રાપ્ત કરશે. તમારી દૂરદર્શિતાનું પરિણામ હવે તમને મળશે. જે જાતક અનેક વર્ષોથી પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પણ હવે પૂર્ણ થશે. તેલ, ખોદકામ, રાજનીતિ, દર્શન, ધર્મ, જ્યોતિષ સાથે જોડાયેલાં લોકો હવે ઉન્નતિ કરશે. શનિદેવના આશીર્વાદમાં હવે તમારું પોતાનું કામ શરૂ થશે. પાર્ટનરશિપના કામથી તમને નફો મળી શકે છે.