લદ્દાખમાં ડોકલામ જેવા દ્રશ્યો, ચીન અને ભારતના સૈનિકો આમને સામને

January 20, 2020

નવી દિલ્હી : ડોકલામ બાદ હવે લદ્દાખ સરહદે ભારતીય સેના અને ચીની સેના આમને સામને આવી ગઈ છે.

કેટલાક ચીની સૈનિકોએ કરેલી ઘૂસણખોરી બાદ તંગ સ્થિતિ ઉભી થઈ છે.આ વખતે ઘૂસણખોરી માટે ચીની સૈનિકોએ નવો રસ્તો અપનાવ્યો છે.આ વખતે ચીને પોતાના ઢોર ચરાવતા નાગરિકોને આગળ કર્યા છે અને તેમની પાછળ તેઓ ઘૂસી આવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે લદ્દાખના ચતુર સેક્ટરમાં પહેલા ચીનના ઢોર ચરાવનારાઓ ઘૂસ્યા હતા અને તેમની પાછળ ચીની સૈનિકો ધસી આવતા ભારતીય સેના ચોંકી ઉઠી હતી.બીજી તરફ ચીનના સૈનિકો  ભારતીય નાગરિકોને અહીંયા ઢોર ચરાવતા આવતા રોકયા હતા.

એ પછી ભારતીય સેનાના અને ચીનની સેનાના જવાનો આમને સામને થઈ ગયા હતા.એ પછી ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે સ્થળ પર જ મામલો સુલઝાવવાની કોશિશ કરી હતી.