ચૂંટણીમાં સ્કોટ મોએ અને સાસ્કચેવાન પાર્ટીને સતત ચોથીવાર સ્પષ્ટ બહુમતી

November 04, 2020

  • ૬૧ બેઠકોવાળી વિધાનસભામાં ૪પ બેઠકો પર વિજય મેળવ્યો

સાસ્કેચવાન : સ્કોટ મોએના નેતૃત્વવાળી સાસ્કચેવાન પાર્ટીએ પ્રાંતીય ચૂંટણીમાં સતત ચોથીવાર સ્પષ્ટ બહુમતીથી વિજય મેળવ્યો હતો. હાલની સ્થિતિમાં કોવિડ -૧૯ની મહામારીની ગાઈડલાઈન હેઠળ યોજાયેલી ચૂંટણીમાં મોએની પાર્ટીએ ૬૧ બેઠકોવાળી વિધાનસભામાં ૪પ બેઠકો પર વિજય મેળવ્યો હતો.

કોવિડ -૧૯ની મહામારી દરમિયાન યોજાયેલી ત્રીજી પ્રાંતીય ચૂંટણી હતી, જેમાં વિપક્ષી પાર્ટીએ જીત મેળવી હોય. ગયા મહિને ન્યુ બ્રુનવિસ્કમાં પ્રોગ્રેસીવ કન્ઝર્વેટીવ્સ અને પ્રિમીયર બ્લેની હિગ્સે લઘુમતીમાંથી બહુમતીથી સરકાર બનાવી હતી. જોન હોર્ગાનના એનડીપીએ પણ બ્રિટીશ કોલંબિયામાં શનિવારે એવું પરિણામ મેળવ્યું હતું.

જમણેરી સાસ્ચેવાન પાર્ટી વર્ષ ર૦૦૭થી સત્તામાં છે અત્યારે સૌથી વધૂ સમય સરકાર ચલાવનારી કેનેડાની સત્તાધારી પાર્ટી છે અને કેનેડાના રાજકીય ઈતિહાસમાં મોટુ પ્રભુત્વ ધરાવનારી પાર્ટી બની છે.

છેલ્લે સૌથી વધુ સમય સત્તામાં રહેનારી પાર્ટી એનડીપી હતી. જેની મુદત ર૦૦૭માં પૂર્ણ થઈ હતી. છેલ્લી એક સદીના મધ્યથી ટોમી ડગ્લાસ અને સીસીએફે પાંચ વાર બહુમતી મેળવી સરકારો ચલાવી હતી.

સાસ્કેચવાન પાર્ટીએ એનડીપીને ર૦૦૭ની ચૂંટણીમાં હરાવી ત્યારે એના નેતા બ્રાડ વોલ હતા અને પ૦ પૈકી ૩૮ બેઠકો જીત્યા હતા. ત્યારથી પાર્ટીની બહુમતીમાં સતત વધારો થતો રહ્યો છે. જેની સામે ડેમોક્રેટસ સતત બેઠકો ગુમાવી રહ્યા છે. છેલ્લે સરકાર વિખેરાઈ ત્યારે સાસ્કેચ્વાન પાર્ટી પાસે ૪૬ બેઠકો હતી. જયારે ડેમોક્રેટસ પાસે ૧૩ હતી. બે બેઠકો ખાલી હતી. મહામારીને કારણે ચૂંટણી પ્રક્રિયામાં પણ ફેરફારો આવ્યા હતા. મતદારોને ફરજિયાત માસ્ક પહેરીને મતદાન માટે આવવા જણાવાયું હતુંકુલ ૧૮પ૦૦૦ લોકોએ મતદાન કર્યું હતું. મતદાન પૂર્વેની રાત્રીએ યોજાનારા કાર્યક્રમોમાં પણ સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન થયું હતું.