લિપુલેખ વિવાદ : અમારા સાર્વભૌમત્વ અને અખંડતાનું સન્માન કરો, ભારતની નેપાળને સલાહ

May 21, 2020

નવી દિલ્હી : લિપુલેખના વિવાદ બાદ નેપાળે પોતાનો નવો નકશો જાહેર કર્યો છો, જેમાં તેણે ભારતના 395 કિમી વિસ્તારને નેપાળનો ગણાવ્યો છે. ભારતે નેપાળના આ વિવાદાસ્પદ પગલા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતે નેપાળને કડક શબ્દોમાં સલાહ આપી છે કે તે ભારતની સાર્વભૌમત્વ અને અખંડતાનું સન્માન કરે. ભારતની ખંડતામાં કોઇ પણ પ્રકારના હસ્તક્ષેપને સહન કરવામાં નહીં આવે. બુધવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્વે કહ્યું કે ‘અમે નેપાળ સરકારને અપીલ કરે છીએ કે આવા નકલી કોર્ટોગ્રાફિક પ્રકાશિત કરવાનું બંધ કરે, સાથે જ ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સન્માન કરો’.

અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે નેપાળ સરકાર પોતાના આ નિર્ણય પર ફરીથી વિચાર કરે. નેપાળે જે નકશો જાહેર કર્યો છે તે કોઇ પણ પ્રકારના તથ્ય પર આધારિત નથી. આ વિવાદને બંને દેશોએ વાતચીતના માધ્યમથી ઉકેલવો જોઇએ. આ પ્રકારનું કોઇ પણ પગલું ભારત તરફથી સ્વીકારવામાં નહીં આવે. નેપાળના નેતાઓએ એવું વાતાવરણ ઉભું કરવું જોઇએ કે બંને દેશો વચ્ચે બેઠક થઇ શકે. આવા ખોટા વિવાદ ઉભા કરવાથી કંઇ નહીં વળે.